<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

છોડવડીના યુવાનને નોકરીની લાલચ આપી ૯.૩૨ લાખની છેતરપિંડી આચરનાર શખ્‍સ પકડાયો

ગણતરીની કલાકોમાં અમદાવાદ ખાતેથી પકડી રિમાન્‍ડ પર મેળવ્‍યો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૯ : છોડવડી ગામના યુવાનને નોકરીની લાલચ આપી અને બનાવટી કોલ લેટર પકડાવી રૂપિયા ૯.૩૨ લાખની છેતરપિંડી આચરનાર શખ્‍સને પોલીસે ગણતરીની કલાકોમાં અમદાવાદ ખાતેથી ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

ભેસાણ તાલુકાના છોડવડી ગામના ભાવિન રતિલાલભાઈ જેતાણીને નોકરીની લાલચ આપી છેતરપિંડી આચરનાર દેવેન્‍દ્ર કિશોર હડીયાલને અમદાવાદથી પકડી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામનો દેવેન્‍દ્ર હડીયાલે  ગાંધીનગર કોર્પોરેશનમાં નોકરી આપવાની લાલચ આપી સરકારી નોકરી આપવાના બહાને યુવાન પાસેથી ડોકયુમેન્‍ટ વેરીફીકેશનનુ 

સોગંદનામુ કરાવી લીધું હતું. અને અમદાવાદ કોર્પોરેશનનો બનાવટી કોલ લેટર આપી રૂપિયા ૯.૩૨ લાખ ઓન લાઇન ટ્રાન્‍સફર કરાવી લઈ છેતરપીંડી આચરી હતી.

આ અંગે ફરિયાદ થતાની સાથે એસપી હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યાના માર્ગદર્શનમાં ભેસાણના પીએસઆઇ એમ. એન. કાતરીયાએ તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં લોકેશન મેળવી આરોપી દેવેન્‍દ્ર કિશોરને અમદાવાદના પ્રહલાદ નગર વિસ્‍તારમાંથી ઝડપી લીધો હતો. કોર્ટ સમક્ષ રજૂ કરી બે દિવસના રિમાન્‍ડ પર મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

(12:02 PM IST)