<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ખંભાળીયાઃ સગીરા ઉપરના દુષ્‍કર્મ-પોકસોના ગુનામાં પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની સજા

 

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૯: પોકસોના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૫,૦૦૦/- નો દંડ દ્વારકાની ખાસ પોકસો અદાલતે ફટકારેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, વિજયભાઈ રમેશભાઈ મકવાણા, રે. રાવલ ગામ, જમોડ ફળી, તા.કલ્‍યાણપુરવાળાએ ગત તા.૦૭/૧૦/૨૦૧૭ ના રોજ કલાકના ૧૯/૦૦ વાગ્‍યાના સુમારે ફરીયાદીની સગીરવયની પુત્રીને બદકામ કરવાના ઈરાદાથી ફરીયાદીના કાયદેસરના વાલીપણાના કબજામાંથી અપહરણ કરી લઈ જઈ પોતાની સાથે રાખી અને ભોગ બનનાર સાથે અવાર-નવાર દુષ્‍કર્મ કરેલ અને તપાસ દરમ્‍યાન પકડાઈ જતા આઈ.પી.સી. કલમ - ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૨૧૨, ૧૧૪ તથા પોકસો એકટ સને ૨૦૧૨ ની કલમ - ૪,૧૨ મુજબનો ગુન્‍હો કલ્‍યાણપુર પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ જતા તપાસકરનાર અધિકારી એલ.ડી ઓડેદરા તથા પી.એ. દેકાવાડીયાનાઓએ ભોગબનનારની મેડીકલ તપાસણી કરાવી ગુનાને લગત પુરાવો એકત્ર કરી નામદાર એડી. સેસન્‍સ કોર્ટ, દ્વારકામાં ચાર્જશીટ કરેલ.

ત્‍યારબાદ એડી. સેસન્‍સ કોર્ટ, દ્વારકાના જજશ્રી કે.જે. મોદી સમક્ષ કેસ ચાલી જતા જેમાં ભોગબનનાર, ફરીયાદી,મેડીકલ ઓફીસરશ્રીની જુબાની, તેમજ સરકાર પક્ષે મદદનીશ જીલ્લા સરકારી વકીલશ્રી અમીત એચ. વ્‍યાસની દલીલો ધ્‍યાને લઈ દ્વારકાના મે, એડી. સેસન્‍સ તેમજ સ્‍પે. જજશ્રી કે.જે.મોદીએ આરોપી વિજયભાઈ રમેશભાઈ મકવાણાને તકસીરવાન ઠરાવી આઈ.પી.સી. કલમ-૩૬૩ માં ૭ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૫,૦૦૦/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સખત કેદની સજા, આઈ.પી.સી. કલમ-૩૬૬ માં ૭ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૫,૦૦૦/- નો દર્ડ અને દર્ડ ન ભરે તો વધુ ૬ માસની સખત કેદની સજા, આઈ.પી.સી. કલમ-૩૭૬(૨)(એન) ૧૦ વર્ષની સખત કેદની સજા તેમજ રૂ. ૫૦૦૦/- દેડ અને દંડ ન ભરે તો વધુ ૬ માસની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલ છે. તેમજ ભોગબનનાર દુષ્‍કર્મનો ભોગ બનેલ તેથી તેના સમાજીક, આર્થીક, માનસીક પુનવર્સન માટે ભોગબનનારને વીટનેસ કમ્‍પનશેસન સ્‍કીમ હેઠળ રૂ. ૪,૦૦,૦૦૦/-નુ વળતર ચુકવવા અદાલતે હુકમ કરેલ છે.

(12:05 PM IST)