<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના રાસોત્‍સવ પુ. મહાદેવપ્રસાદ અને ડીવાયએસપીનું સન્‍માન

જુનાગઢઃ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્‍થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર અને પ્રમુખ મનિષભાઇ ત્રિવેદી અને સમગ્ર ટીમ દ્વારા કૈલાશ ફાર્મ ખાતે પરશુરામ ધામ નવરાત્રી રાસોત્‍સવનું આયોજન કરાયું છે જેમાં રાજયપાલના હસ્‍તે ડીલીટ પદવી પ્રાપ્‍ત કરનાર ડો. મહાદેવપ્રસાદ મહેતા અને કાયદો અને વ્‍યવસ્‍થાની સુંદર જાળવી કરનાર જુનાગઢના જાંબાઝ ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાનું મોમેન્‍ટો આપી આ સંગઠનની ટીમ દ્વારા રિબડાના અનિરૂધ્‍ધસિંહ જાડેજા કેળવણી કાર કે. ડી. પંડયા સહિતના આગેવાનોની ઉપસ્‍થિતિમાં સન્‍માન કરાયું હતું. આ રાસોત્‍સવમાં ધારાસભ્‍ય સંજયભાઇ કોરડીયા માજી ધારાસભ્‍ય ભીખાભાઇ જોષી મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહંત પુ. સુખરામદાસ બાપુ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી સહિતના ઉપસ્‍થિત રહયા હતા અને સંચાલન પી. સી. ભટ્ટે એ કર્યું હતું. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા)

(2:30 PM IST)