તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Wednesday, 9th October 2024
ઉપલા દાતાર શનીવારે દશેરાના પર્વે નવનાથસીંધ ચોર્યાસીના ધૂણે યજ્ઞ-શક્તિ પૂજનનો કાર્યક્રમ

જુનાગઢ કોમી એકતા ના પ્રતિક સમી ઉપલાદાતારની ધાર્મિક જગ્યા ખાતે પરંપરાગત વિજયાદશમી દશેરાએ નવનાથ સિદ્ધચોરયાસી ના ધૂણે યજ્ઞનું અનેરૂ આયોજન મહંત શ્રીપૂજ્ય ભીમ બાપુની નિશ્રામાં કરાયું છે વહેલી સવારે યજ્ઞ શરૂ થશે બપોરે બીડુહોમવા માં આવશે ત્યારબાદ જગ્યા ખાતે શક્તિ પૂજન શષા પૂજન નો પણ અનેરો કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકો માટે મહાપ્રસાદની અનેરી વ્યવસ્થા પૂજ્ય બાપુ દ્વારા કરાય છે તો સૌ કોઈ ભાવિકોએ આ પાવન પ્રસંગે યજ્ઞના દર્શન અને મહાપ્રસાદ લેવા પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
