<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

સાવરકુંડલા લુહાર જ્ઞાતિ સમાજ આયોજિત નવરાત્રિ

સાવરકુંડલાઃ લુહાર જ્ઞાતિ સમાજ આયોજિત રાસ ગરબા મહોત્‍સવ આયોજનમાં પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાત સહિતના કોંગ્રેસી મહાનુભાવો એ મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લા કોંગ્રેસ ના ઉપપ્રમુખ હસુભાઈ સૂચક મહેશ ભાઈ જીયાણી. રમેશભાઈ જ્‍યાંણી સહિતના આગેવાનો લુહાર જ્ઞાતિ આયોજિત રસ ગરબા આયોજનની મુલાકાત લીધી હતી અને પૂર્વ ધારાસભ્‍ય પ્રતાપભાઈ દુધાતે ૫૧૦૦ અને હસુભાઈ સુચકે ૨૫૦૦ રૂપિયાનું દાન આપેલ હતું. સમગ્ર ટીમ જેમાં મહેશભાઈ જયાણી, રમેશભાઈ જયાણી, જીગાભાઈ ભરાડ, અશોકભાઈ ખુમાણ, હસુભાઈ બગડા, તેમજ તમામ સદસ્‍યો હાજરી આપવા બદલ લુહાર જ્ઞાતિ એ  આભાર વ્‍યક્‍ત કરેલ હતો.

(2:04 PM IST)