તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 10th October 2024
ભાવનગરમાં વેપારીએ બેંકમાં રૂા. ૫૦૦ના દરની ૧૨ બનાવટી નોટો જમા કરાવી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૧૦: કોટક બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા ઈમરાન સૈયદે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નીતેશ જેરામદાસ લાલવાણીનું નામ જણાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપી એમજી રોડ પર આવેલ ધ બોમ્બે ફેશનના પ્રોપોરાઈટર છે અને તે નામથી તેમણે કોટક બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવેલું છે.
તા.૩૦ સપ્ટેમ્બરના રોજ આપી બેંકમાં તેમના એકાઉન્ટર્મા રૂા.૮૪,૦૦૦ જમા કરાવવા માટે આવ્યાં હતા. તેમણે રૂા.૫૦૦ના દરની ૧૪૨ નોટ, રૂા.૨૦૦ના દરની ૩૬ નોટ અને રૂા.૧૦૦ના દરની ૫૮ નોટ જમા કરાવી હતી. જે સમયે બેંકમાં નાણાં જમા કરાવ્યા તે સમયે બેંકમાં કેશીયર તરીકે સન્નીભાઈ હતા અને તેમણે આ તમામ નોટ એનએસએમ (નોટ શોર્ટીંગ મશીન)માં ચેક કરતા રૂા.૫૦૦ના દરની ૧૨ નોટ ડુપ્લિકેટ હોવાનું જણાયું હતું.
ડુપ્લિકેટ નોટમાં વોટરમાર્ક અલગ પ્રકારના હતા અને તેની થીકનેસમાં પણ સ્પષ્ટ તફાવત જોવા મળ્યો હતો.કેશીયરે આ બાબતની જાણ બેંક મેનેજરને કરતા આ બનાવ અંગે બેંક અધિકારીએ પોલીસમાં દેશના અર્થતંત્રને નૂકશાન પહોંચાડવાના ઇરાદે ડુપ્લિકેટ નોટ જમા કરાવનાર વેપારી સામે ફરિયાદ આપતા સી ડિવિઝન પોલીસે નીતેશ લાલવાણી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
