<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ઉનામાં ભૂતડાદાદાની પ્રાચીન ગરબી

ઉ ના ગાયત્રી સોસાયટી મા છેલ્લા ૨૫થી વધુ વરસ થી ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લાના કોળી સેના ના પ્રમુખ શ્રીમતિ દિપાબેન મહેક કુમાર બાંભણિયા અને મનોજ ભાઈ બાંભણિયા તેમજ એ.સી. ગ્રુપ મિત્ર મંડળ દ્વારા ભૂતડા દાદા ગરબી મંડળ દ્વારા નવરાત્રી ના નવ દિવસ ગરબી નું આયોજન કરવામાં આવેછે. જેમાં ઊના શહેર અને તાલુકા માથી બહેનો હાજરી આપી ગરબે રમી માતાજી ની ભક્‍તિ કરે છે. આયોજકો દ્વારા પ્રથમ બહેનો નો રાઉન્‍ડ, પછી ભાઈઓ નો રાઉન્‍ડ રમાડે છે. આયોજકો દ્વારા શ્રેષ્ઠ ખેલૈયા ઓ ને વિવિધ કીમતી ઇનામો આપી પ્રોત્‍સાહિત કરે છે. તેમજ નવ રાત્રિ ના નવ દિવસ દરમિયાન સુપ્રસિધ્‍ધ કલાકારો ને બોલાવી લોકો ને મનોરંજન આપે છે. ભૂતડા દાદા ગરબીમાં રાસ રમતા બહેનોની તસ્‍વીર. (તસ્‍વીર : નવીન જોષી દ્વારા ઉના)

(11:28 AM IST)