<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ભાવનગરમાં ગરાસીયા સમાજ દ્વારા દશેરાના રોજ શસ્ત્રપૂજન અને ભવ્ય બાઈક રેલી યોજાશે

રાષ્ટ્રીય યુવા નેતા રવિન્દ્રસિંહ ભાટી ખાસ ઉપસ્થિત રહેશે

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : શ્રી ભાવનગર ગરાસીયા સમાજ દ્વારા તા.12/10/2024 ના શનીવારના રોજ વિજયા દશમી મહોત્સવનુ આયોજન કરવામાં આવેલ છે. જેમા સંઘર્ષથી સફળ થયેલ વ્યકિતત્વ એવા સમગ્ર દેશમા યુવાઓના આઈકોન એવા 26 વર્ષના રાષ્ટ્રીય યુવા નેતા અને રાજસ્થાન શિવના ધારાસભ્ય  રવિન્દ્રસિહ ભાટી, યુવરાજ શ્રી જય વિરરાજસિંહજી ગોહિલ,જી ટી પી.એલ ના એમ.ડી  અનિરુધધસિંહ જાડેજા અને ડે. કલેક્ટર  કુલદીપસિંહ વાળાગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ  શક્તિસિંહ ગોહિલ,પુર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાગુજરાત ભાજપા ઉપાધ્યક્ષ  મહેન્દ્રસિહ સરવૈયા ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ  ઈન્દ્રવિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે ભાવનગરના શહેરીજનો અને સર્વસમાજ ને નિમંત્રણ છે કે યુથ આઈકોન રવિન્દ્રસિહ ભાટીને રુબરુ સાભળવા અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ભાવનગર ગરાસીયા સમાજ  આમંત્રણ પાઠવાયું છે.

(8:28 PM IST)