<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

ઓહ…ગુજરાત: હવે કચ્છમા આદિપુરમાંથી સગીરાનું અપહરણ પીછો કરનાર માતાને કાર હેઠળ ઘસડી મારી નાખવાનો પ્રયાસ

વડોદરા, સુરત, આડેસર(કચ્છ) બાદ સતત ચોથો બનાવ, સરકારના હોંકારા પડકારાની અસર નથી???

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : ગુજરાત બહેન દિકરીઓ માટે સલામત છે અને અહીં કાયદો વ્યવસ્થા કડક છે એવા સરકારના હોંકારા પડકારાની અસામાજિક તત્વો ઉપર અસર ન હોય એ રીતે દુષ્કર્મ તેમ જ અપહરણના બનાવો બનતા જોઈને આ શબ્દો સરી પડે છે ઓહ…ગુજરાત !! 

      વડોદરાના ભાયલી, સુરત, કચ્છના આડેસરમાં નવરાત્રિ દરમ્યાન બનેલા દુષ્કર્મના બનાવોની શાહી હજી સુકાઈ નથી ત્યાંજ ફરી સગીર યુવતીના અપહરણના બનાવે ચકચાર સાથે સ્ત્રી સલામતી સામે સવાલો સર્જ્યા છે. આદિપુરમાં સિંધુ વર્ષા સર્કલ પાસેથી અમદાવાદના ચાંદખેડાના યુવાન વૈભવ અમિત મકવાણાએ ક્રેટા કારમાં સગીર યુવતીનું અપહરણ કર્યું હતું. આ ઘટના બાદ સગીરાની માતા અને ભાઈએ ક્રેટા કારનો પીછો કરી ભારતનગર પાસે કારને આંતરી હતી. 

         દિકરીનું અપહરણ કરનારને અટકાવવા માતાએ કાર ઉપર પથ્થર મારી કાંચ તોડી કાર અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે અપહરણકાર વૈભવે કાર ચલાવી યુવતીની માતાને ઢસડી મારી નાખવા પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીની માતા થોડે સુધી ઢસડાઈ હતી. આ અંગે આદિપુર પોલીસને ફરિયાદ કરાઈ હતી.

         જોકે, પોલીસે સતર્કતા સાથે અપહરણકર્તા આરોપીને રાઉન્ડ અપ કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં મુદ્દો પોલીસની કડક કામગીરી સાથે ધાક બેસાડે એવી સજાની જોગવાઈ કરી મહિલા જાતીય અત્યચાર અટકે એ દિશામાં આકરી કાર્યવાહી કરવાનો છે.

(9:25 AM IST)