<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

કચ્છના ગાંધીધામમાં સ્પામાં કામ કરતી યુવતીની હત્યા બાબતે ઘટસ્ફોટ

ભચાઉમાં સ્પા પાસેથી નીચે પડનાર યુવાનના મોતનું રહસ્ય અકબંધ?, સ્પામાં ચાલતા ગોરખધંધા કોણ અટકાવશે?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : રાજ્યમાં ઘણા સ્થળોએ સ્પાના ઓઠાં તળે ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાની અસર કચ્છ જેવા છેવાડાના જિલ્લાના શહેરી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી ચૂકી છે. તાજેતરમાં જ ભચાઉમાં સ્પા પાસે પહેલા માળેથી નીચે પડી મરી જનાર યુવકની આત્મહત્યા કે હત્યાનું કોકડું ગૂંચવાયેલું છે. મૃતકના પરિવારજનો સ્પા માં કામ કરતી યુવતી સાથે મૃતક પરિણિત યુવાનના સંબંધો સામે શંકા કરી તપાસ માટે માંગ કરી ચૂક્યા છે. ત્યાં ગાંધીધામમાં સ્પા માં કામ કરતી ૪૧ વર્ષીય બંગાળી યુવતી તાંજુઆરાબીબી નો તેના ભાનુદીપ એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાંથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આ અંગે મૃતક યુવતીના ભાઇએ તેના બનેવી અને મૃતક યુવતીના પતિ કાલુ ડેલુ શેખ ઉપર શંકા વ્યક્ત કરી ફરિયાદ કરી છે. બીજા લગ્ન મુદ્દે યુવતીની હત્યા કરી તેનો પતિ નાસી છૂટ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ગુમ થયેલા પતિની શોધખોળ શરૂ કરી છે.

(1:10 PM IST)