News of Friday, 11th October 2024
કચ્છમા દેશદેવી મા આશાપુરાના ચરણે શીશ ઝુકાવી જનસુખાકારી માટે પ્રાર્થના કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
નવરાત્રીના પર્વ નિમિત્તે પધારેલા ગૃહ રાજ્યમંત્રીનુ ઢોલ નગારાના નાદ સાથે મંદિર પરિસરમાં આવકાર આપીને ટ્રસ્ટીઓ દ્વારા ભાવભર્યું સ્વાગત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૧ : હાલમાં જ કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ કચ્છની કુળદેવીના આશાપુરા માતાજી સમક્ષ શીશ ઝુકાવી રાજ્યમાં જન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ગૃહ રાજ્યમંત્રીશ્રીએ માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ સાથે મુલાકાત કરીને માતા આશાપુરાના મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. નવરાત્રીના પર્વ નિમિત્તે પધારેલા ગૃહ રાજ્યમંત્રીશ્રીને ઢોલ નગારા સાથે મંદિર પરિસરમાં આવકાર આપીને ટ્રસ્ટીઓ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
