News of Friday, 11th October 2024
પશુઓના ખાણદાણના ઓઠા તળે સોપારીની દાણચોરી: વિયેતનામથી મુન્દ્રા આવેલ બે ક્ન્ટેનર સીઝ
વ્હાઈટ કોલર દાણચોરોના આર્થિક વ્યવહારો ઉપર તપાસ થાય તો મોટા કડાકા ભડાકા, માલ મંગાવનાર અને છોડાવનાર ક્સ્ટમ એજન્ટ કોણ?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧ : કેન્દ્ર સરકારની ઉદાર આયાત નિકાસ નીતિનો ગેરલાભ ઉઠાવી વધી રહેલ વ્હાઇટ કોલર દાણચોરી ઉપર અંકુશ લાવવા આર્થિક વ્યવહારો તપાસાય તો મોટા કડાકા ભડાકા થાય. દેશની તિજોરીને આર્થિક નુકસાન પહોંચાડનાર ગદ્દારો વિરુદ્ધ દેશદ્રોહના કાયદા હેઠળ કામ ચલાવવું જોઈએ. ગાંધીધામ ડીઆરઆઈએ વિયેતનામથી આવેલ બે ક્ન્ટેનર સીઝ કર્યા છે. પશુ આહાર કેટલફીડ ના ઓઠા તળે આ બંને ક્ન્ટેનરમાં એક કરોડ ની કિંમત ધરાવતી ૧૬ ટન સોપારી હોવાનું જાણવા મળે છે. જોકે, દાણચોર તત્વો વિરુદ્ધ કરાયેલી કાયદેસરની કાર્યવાહી કસ્ટમ કે ડીઆરઆઈ કરે એ મીડિયા સુધી સરળતાથી પહોંચતી નથી. જ્યારે ખુદ કેન્દ્ર સરકારની પીઆઈબી તેમ જ દૂરદર્શન જેવી સમાચાર એજન્સીઓ હોવા છતાંયે દેશવિરોધી પ્રવૃતિની માહિતી અધિકારીઓ ઉજાગર કરવાના બદલે છુપાવે છે. આ કિસ્સામાં આયાતકાર પાર્ટી વડોદરા ની હોવાનું જાણવા મળે છે. જોકે, પાર્ટીનું નામ કે ક્સ્ટમ હાઉસ એજન્ટના નામ અંગે સત્તાવાર કોઇ માહિતી પ્રસિદ્ધ કરાઈ નથી.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
