News of Friday, 11th October 2024
ચોટીલામાં ચામુંડા માતાજીના સાનિધ્યમાં ‘શક્તિ પર્વ-૨૦૨૪'ની ભાવભેર ઉજવણી
કલાકાર દેવ ભટ્ટ દ્વારા રજુ થયેલા મા નવદુર્ગાના ગરબાઓના તાલે ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી ઉઠયાઃ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કલેકટર કે.સી.સંપટ સહિતના વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૧: ચોટીલામાં ચામુંડા માતાજીના સાનિધ્યમાં ‘શક્તિ પર્વ - ૨૦૨૪' ની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના તળેટી ર્પાકિંગ પ્લોટ ખાતે આયોજિત આ ‘શક્તિ પર્વ-૨૦૨૪'માં ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહીત પદાધિકારીઓ, કલેકટર કે. સી. સંપટ, પોલીસ અધિક્ષક ડો. ગીરીશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, પ્રાંત અધિકારીશ્રી કલ્પેશકુમાર શર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે કલેકટર કે. સી. સંપટે નવરાત્રી પર્વની નાગરિકોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, માં ચામુંડાના સાનિધ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિભવ્ય સુંદર આયોજન જિલ્લા રમત ગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળતિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે માતાજીની ભાવપૂર્ણ આરતી કરવામાં આવી હતી. લોક કલાકાર દેવ ભટ્ટ દ્વારા માં નવદુર્ગાના ગરબાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેના તાલે ખેલૈયાઓ મન મુકીને ઝૂમી ઉઠ્યા હતા.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
