News of Friday, 11th October 2024
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ‘જન્મભૂમિ' ચોટીલા ખાતે ‘રઢિયાળી રાત' કાર્યક્રમ યોજાયો
ખ્યાતનામ લોકગાયક નીલેશ પંડ્યા અને સાથીઓએ ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાની રમઝટ બોલાવી : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રચિત નવીન ગરબો ‘આવતી કળાય'ના સૂર-તાલે બાળકો હોંશભેર ગરબે રમ્યાં

રાજકોટ, તા.૧૧: નવરાત્રીના પાવન પર્વ અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) સ્થિત શ્રી એન. એન. શાહ હાઈસ્કૂલ ખાતે ખાસ વિદ્યાર્થીઓ માટે રઢિયાળી રાત કાર્યર્ક્મનું આયોજન થયું હતું. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કળતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રીના પાવન પર્વનું સાત્વિક અને અસલ સ્વરૂપને જાણી-માણી શકે તે આશયથી રમતગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર ઉપક્રમે શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
પિનાકી મેઘાણી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, શિક્ષણવિદ્ અને શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કિરીટસિંહ રહેવર (મામા), નિવળત્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ગિરીશભાઈ ગઢવી તેમજ શિક્ષકગણ અને વાલીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
ખ્યાતનામ લોકગાયક, લોકસાહિત્યના સંશોધક, લેખક અને પત્રકાર નીલેશ પંડ્યા સાથે ભારતીબેન નિમાવત દ્વારા ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-રાસ-ગરબા પર મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ મન મૂકીને ગરબા રમ્યાં હતાં. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, કાન તારી મોરલી, ઝૂલણ મોરલી, મને કેર કાંટો વાગ્યો, જોબનિયું આજ આવ્યું, છલકાતું આવે બેડલું, શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો જેવાં આજે પણ લોકમુખે રમતાં સદાબહાર પ્રાચીન લોકગીતો રજૂ થયાં હતાં.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રચિત નવીન ગરબો આવતી કળાય, માડી આવતી કળાયના સૂર-તાલે બાળકો હોંશભેર ગરબે રમ્યાં હતાં.
ગત વર્ષે ૨૮ એપ્રિલ ૨૦૨૩ના રોજ ચોટીલા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ગુજરાત રાજ્યના સંસ્કળતિ-પ્રેમી મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જન્મભૂમિ ચોટીલા ખાતે ઐતિહાસિક જન્મસ્થળ અને આજુબાજુમાં આવેલ સરકારી ઈમારતોને સાંકળીને રૂ. ૨૯.૫૧ કરોડના ખર્ચે ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રૂ. ૩.૩૯ કરોડના ખર્ચે વિશાળ, સમળધ્ધ, અદ્યતન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ દ્વારા થઈ રહ્યું છે.(૨૩.૮)
આલેખન
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન
(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
