<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

ઉનામાં આવતીકાલે દશેરાએ રાવણના પુતળાનું દહન

(નવીન જોષી દ્વારા) ઉના : તા. ૧૧ :.. ઉના   શાહ એચ.ડી. હાઇસ્‍કુલ ના મેદાન માં દર વર્ષે ની પરંપરા મુજબ વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ ઊના પ્રખંડ દ્વારા આગમી તા,૧૨ ને શનિવારે સાંજે ૭-૩૦ કલાકે  રાવણના પૂતળાંનું દહન યોજાશે.

સંત શિરોમણી પંચ અખાડા ના સભાપતિ વંદનીય પુ. સંત શ્રી મુક્‍તાનંદ  અને શહેર તાલુકા ના સાધુ,સંતો પધારી આશીર્વચન આપશે જેમાં ઊના શહેર અને તાલુકા માથી મોટી સંખ્‍યામાં લોકો પધારી રાવણ દહન ઉત્‍સવ માણશે

(11:34 AM IST)