News of Friday, 11th October 2024
પોરબંદરમાં મહાપુરૂષોની પ્રતિમાઓની સફાઇ

પોરબંદરઃ નગરપાલિકા દ્વારા મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કરાઈ છે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લામાં સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે પોરબંદર નગરપાલિકા દ્વારા રાત્રિ સફાઇની નિયમિત કામગીરી કરવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ આદરાઇ હતી. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ કર્મીઓના આરોગ્યની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. આગામી તા.૩૧ ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઝુંબેશ સ્વરૂપે અનેકવિધ પ્રવળત્તિઓ થઈ રહી છે. ત્યારે પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરના જાહેર ચોક, રસ્તા , કોમર્શિયલ વિસ્તાર, કચરાના પોઇન્ટ વગેરેની રાત્રિ સફાઇ કરાઇ હતી. અને પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કરાઈ એ તસ્વીર
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
