<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

રતન તાતાની નિધનથી ભારતે દયાળુ દિકરાઓમાનો એક દિકરો ગુમાવ્‍યો : મુકેશ અંબાણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૧ :  રતન તાતાનું નિધન ઍ માત્ર તાતા ગ્રૂપ માટે જ નહીં, પરંતુ દરેક ભારતીય માટે ઍક મોટી ખોટ છે.

વ્‍યક્‍તિગત રીતે રતન તાતાના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે કારણ કે મેં ઍક પ્રિય મિત્ર ગુમાવ્‍યો છે. તેમની સાથેની મારી અસંખ્‍ય મુલાકાતોઍ મને પ્રેરણા તથા ઊર્જા આપી અને તેમના વ્‍યક્‍તિત્‍વની મહાનતા અને તેમણે મૂર્તિમંત કરેલા માનવીય મૂલ્‍યો પ્રત્‍યેના મારા આદરને વધાર્યો હતો.

રતન તાતા ઍક સ્‍વપ્નદ્રષ્ટા ઉદ્યોગપતિ અને પરોપકારી હતા, તેમણે હંમેશા સમાજ વધુ બહેતર બને તે માટેના પ્રયત્‍નો કર્યા હતા.   રતન તાતાના નિધનથી ભારતે તેમના સૌથી પ્રતિષ્ઠિત અને દયાળુ દીકરાઓમાંનો ઍક દીકરો ગુમાવ્‍યો છે. શ્રી તાતા ઇન્‍ડિયાને વિશ્વ સમક્ષ લઈ ગયા અને વિશ્વની શ્રેષ્ઠ વસ્‍તુઓ ભારતમાં લાવ્‍યા. તેમણે હાઉસ ઓફ તાતાને ઇન્‍સ્‍ટિટયૂશનલાઇઝ્‍ડ કર્યું અને ૧૯૯૧માં ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્‍યો ત્‍યારથી તાતા જૂથને ૭૦ ગણું વિકસાવીને તેને આંતરરાષ્‍ટ્રીય સાહસ બનાવ્‍યું. રિલાયન્‍સ, નીતા અને અંબાણી પરિવાર વતી, હું તાતા પરિવારના શોકગ્રસ્‍ત સભ્‍યો અને સમગ્ર તાતા જૂથને મારી હૃદયપૂર્વક સંવેદના પાઠવું છું. રતન, તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. તેમ રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના મુકેશ અંબાણીએ શ્રધ્‍ધાંજલી અર્પણ કરતા જણાવ્‍યું હતું.

(12:37 PM IST)