<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

એસપી સાગર બગમારનાં માર્ગદર્શનમાં દેશમાં સહુ પ્રથમ વ્‍યાજખોરો સામે કડક કાયદાકીય પગલું.. ભારે ફફડાટઃ હર્ષ સંઘવી દ્વારા અજયસિંહ ગોહિલ અને પૂર્વ કચ્‍છ પોલીસ માટે લોકો પાસે તાળીઓના ગડગડાટ કરાવ્‍યા

રાજકોટ તા.૧૧: કચ્‍છમાં માથાભારે વ્‍યાજખોર તરીકે પંકાયેલા લોકો કે જે કડક ઉઘરાણી કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનું બહાર આવતા અંજાર પોલીસ મથકના પીઆઇ અજયસિંહ ગોહિલ દ્વારા દેશભરમાં પ્રથમ વખત  ગૂજસી ટોક હેઠળ કાર્યવાહી કરતા સમગ્ર કચ્‍છના વ્‍યાજખોરોમાં ફફડાટ મચી ગયેલ.

જિલ્લા પોલીસ વડા સાગર બાગમારનાં માર્ગદર્શન હેઠળ આવી સરાહનીય કાર્યવાહી બદલ પીઆઇ અજયસિંહ ગોહિલને રાજયના ગ્રહ મંત્રી હસ્‍તે પ્રસંશા પત્ર આપવામાં આવેલ.

પોલીસની જાહેરમાં હર્ષ સંઘવી દ્વારા નોંધ લેવા સાથે લોકોને પણ કોઈ કંજુસાઈ કર્યા વગર તાળીઓ પડાવતા એસપી સાગર બાગમાર અને પીઆઇ અજયસિંહ ગોહિલ પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષ હજુ યથાવત વર્ષી રહી છે.

(1:11 PM IST)