<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

ચોમાસાની વિદાય વચ્‍ચે વરસાદ વરસતા શિયાળાના આગમનમાં એંધાણ વર્તાયા

અચાનક હવામાનમાં પલ્‍ટો આવતા પાકને નુકશાનઃ આજે સવારે પણ વાદળછાંયુ વાતાવરણ યથાવતઃ ઠંડકનો ચમકારો

 

તસ્‍વીરમાં વેરાવળ તાલુકામાં મગફળીના પાથરા પલળી ગયેલા નજરે પડે છે.

રાજકોટ તા.૧૧: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગઇકાલે સવારથી હવામાનમા પલ્‍ટો આવતા અનેક જગ્‍યાએ ઝાપટાથી માંડીને ૩ ઇંચ સુધી વરસાદ પડયો હતો. ચોમાસાની વિદાય વચ્‍ચે વરસાદ વરસતા શિયાળાના આગમનના એંધાણ વર્તાયા છે.

આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ યથાવત છે. અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

વેરાવળ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ વેરાવળ તાલુકાનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બપોર બાદ મુશળધાર વરસાદ વરસતા મગફળીના પાથરા પલળી ગયેલ છે. મગફળી કાઢવાની કામગીરી શરૂ થયેલ છે જેથી મગફળીના પાથરા ખેતરોમા હતા અને તેના ઉપર જોરદાર વરસાદ વરસતા મગફળીના પાથરા પલળી ગયેલ છે અને ખેતરોમા પાણી ભરાણા છે ખેડૂતોની ચાર માસની મહેનત ઉપર પાણી ફરી વળતા ખેડૂતો ખુબજ દુઃખી થયેલ મગફળીની સાથે માલ ઢોરનો ચારો પણ ફેલ થયેલ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૭, મહતમ તાપમાન ૩૬.૨, ભેજનું પ્રમાણ ૬૩%, પવનની ગતી ૫.૫ કિ.મી. રહી હતી

(12:58 PM IST)