News of Friday, 11th October 2024
મોરબીમાં પેટ્રોલપંપ સંચાલકને ધમકી આપી ૫૦ હજારની માગણી કરનાર ન્યુઝ પેપર ચલાવતા ત્રણભાઈ વિરૂધ્ધ ફરિયાદ
મોરબીમાં પે્રસ (મીડિયા)નાં નામે પૈસા આપી ખોટા આઈકાર્ડ મેળવનાર લોકોએ પોલીસનો સંપર્ક કરવા અપીલ અગાઉ મીડિયા કાર્ડ રીન્યુના નામે પૈસા માંગયા બાદ વીડિયો ડીલીટ કરવા ધમકી આપી ૫૦ હજાર માંગ્યા હોવાનો આરોપ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૧ : મોરબીમાં ન્યુઝ પેપર ચલાવતા ત્રણ ભાઈઓ સામે ટોલટેક્સ ન ભરવો પડે તેવા મીડિયા કાર્ડ પોતાની પાસે હોવાનું કહી ૪૦૦૦મા ત્રાજપર ચોકડી નજીક ઍક પેટ્રોલપંપ સંચાલકને આપેલા મીડિયા કાર્ડ રીન્યુ કરવા ત્રણ હજાર માંગતા પેટ્રોલપંપ સંચાલકે ના પાડતા બ્લેક મેઈલ કરી પંપનો ખોટો વિડિયો ઉતારી ૫૦ હજાર માગવાની ત્રણ સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
રાધેશ બુદ્ધભટ્ટી, જયદેવ બુદ્ધભટ્ટી અને મયુર બુદ્ધભટ્ટી નામના ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદી પેટ્રોલપંપ સંચાલક કળષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયાઍ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી રાધેશ બુદ્ધભટ્ટીઍ અગાઉ દિવ્યદ્રષ્ટિ મીડિયા ગ્રુપનું કાર્ડ ૪ હજારમાં આપ્યા બાદ કાર્ડ રીન્યુ કરાવવા માટે ૩ હજાર માંગતા ફરિયાદીઍ ના પાડતા આરોપીઍ તમે પંપ ઉપર ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા નથી તેવો કથિત આરોપ લગાવી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં ચડાવ્યો હતો.
બાદમાં આ મામલે સોશિયલ મીડિયામાં ચડાવેલ વીડિયો ડીલીટ કરવો હોય તો ૫૦ હજાર આપવા પડે તેમ કહી બ્લેક મેઇલિંગ કરતા ફરિયાદી કળષિત સુવાગિયાઍ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
બી ડિવિઝન પોલીસે ઍક પ્રેસ યાદીમાં જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ લોકો પાસેથી પૈસા લઇ પોતાના પ્રેસના આઇકાર્ડ કાઢી આપી લોકો પાસેથી પૈસા મેળવી લીધેલ હોવાનું તપાસમાં જણાઇ આવેલ છે. તો આવા શખ્સોનો કોઇ ભોગ બનેલ હોય કે કોઇઍ આવા પૈસા આપીને પ્રેસના આઇ કાર્ડ લીધેલ હોય કે રીન્યુ કરાવેલ હોય તેવા લોકોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન મો.નં. ૭૮૭૮૬ ૫૪૩૪૩ અથવા મો.નં. ૯૯૦૯૦ ૦૧૧૦૨નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
