News of Friday, 11th October 2024
અમિતાભ બચ્ચનનો જન્મદિનઃ શ્રી સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાતની રસપ્રદ વાતો
‘મીલતા હે... જહા ન્યાય વો દરબાર યહા હે...સંસાર કી સબસે બડી સરકાર યહા હૈ.. ‘ખુશ્બુ, ગુજરાત કી...' એડ ફિલ્મમાં શબ્દો ગુંજયા'તા

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૧ :.. સદીઓના મહાનાયક અને ભારતના સુપર સ્ટાર ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનનો આજે તા. ૧૧ ઓકટોબરે જન્મ દિવસ છે.
તા. ૧૧-૧૦-૧૯પ્ર ના રોજ અલ્હાબાદ મુકામે જન્મેલા તેઓ સોમનાથ ગુજરાત ટુરીઝમના પ્રવાસ પ્રમોશન ‘ખુશ્બુ ગુજરાત કી' ના શુટીંગ માટે આવેલ હતાં.
બોલિવુડના આ શહેનશાહ માટે હાલ સોમનાથ મંદિર પાસે આવેલ વી. વી. આઇ. પી. ગેસ્ટ હાઉસમાં એક નંબરનો રૂમ ફાળવવામાં આવેલ હતો. જે રૂમને આજે પણ કેટલાક પ્રવાસીઓને ઓળખ અપાય છે કે અમિતાભ અહીં ઉતરેલ હતાં.
સોમનાથના ભાસ્કર વૈદ્ય તે સંસ્મરણો વાગોળતાં કહે છે. ‘સોમનાથ ખાતે જે દિવસોમાં રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન આવે તેવી જબ્બર વ્યવસ્થાઓ કરાઇ હતી.
સમગ્ર સોમનાથ મંદિરના ઘેરાવાને ભરતકામવાળા રંગબેરંગી તોરણો લગાવાયા હતાં. મંદિરના સ્થંભો ઉપર ખાસ બેંગ્લોરથી મંગાવેલા રંગબેરંગી કમળફુલ જેવાં જલબેરાના ફુલો લગાવાયા હતાં.
મંદિરની ર્ફસ એવી ઘસી ઘસીને ચકચકીત ચળકાટવાળી બનાવી હતી.
અમિતાભના રૂમમાં ખાસ ઇન્ટરનેટ જોડાણવાળુ કોમ્પ્યુટર લગાવાયુ હતું. જેથી તે સોમનાથ મુલાકાત દરમ્યાન પોતાના સ્વ કલીકથી બ્લોગ લખી શકે અને અમિતાભના રૂમમાં વિશાળ સ્ક્રીનનું એલ. એસ. ડી. ટી. વી. ગોઠવાયું હતું.
વાહ હવે મજા આવે એવી...
અમિતાભની ઊંચાઇ પાંચ ફુટથી વધુ હોઇ આવડો પલંગ તો અહીં હતો નહીં જેથી આ અગાઉ તે સાસણ આવેલ તે સમયે સુતાર પાસે તેના માપનો ખાસ પલંગ બનાવ્યો તો તેને ઝડપથી વાહન દોડાવી સોમનાથ લવાયો હતો.
અમિતાભની ઊંચાઇ ૬ ફુટ બે ઇંચ હોય જેથી તે માપનો અને માત્ર તેને જ કામ લાગે તેવી લંબાઇનો તે પલંગ હતો.
અમિતાભે સોમનાથ મંદિરમાં હજારો દિવડાઓ સામે ઊભીને તેમજ હાલના કિર્તન હોલના ગણપતિ મંદિર પાસે આવેલ હોલના ખૂણે તેમજ સોમનાથ મંદિર બહાર અહલ્યાબાઇ સોમનાથ મંદિર પાસે આવેલ વડલા પાસે ઉભી શુટીંગ કરાવ્યું હતું.
અમિતાભે સોમનાથ મંદિરના લાઇટ એન્ડ સાઉન્ડ શો માં પણ પોતાનો અવાજ વિનામૂલ્યે આપેલ છે.
અમિતાભ તા. ૪-૬-ર૦૧૦ ના રોજ આ શુટીંગ માટે આવેલ ત્યારે અઢળક પોલીસ બંદોબસ્ત તેને વિક્ષેપ ન પડે તે માટે ખડકી દેવામાં આવ્યો હતો.
અમદાવાદ-રાજકોટ-સ્થાનિક પત્રકારો ખૂબ જ ઝઝૂમ્યા પરંતુ પોલીસે જણાવ્યું કે ઉપરથી જ આદેશ છે કે આપ કવરેજ નહીં કરી શકો.
અમિતાભને ‘કુલી' ફિલ્મમાં જયારે અકસ્માત નડયો હતો ત્યારે પ્રભાસ અને તેની આસપાસના સિનેચાહકો તે જલ્દી સાજો થાય તે માટે સોમનાથ પ્રાર્થના અને પોષ્ટકવરમાં સોમનાથના બિલ્વપત્રો-પુષ્પો મોકલી કરાયેલ પ્રાર્થના સાથે આર્શીવાદ મોકલેલ હતાં.
હજુ પણ ‘કૌન બનેગા કરોડપતિ' માં ર્સ્પધક તરીકે આ વિસ્તારનો કોઇપણ સીલેકટ થાય છે. ત્યારે સોમનાથ છબી-બીલીપત્ર-પુષ્પ-પ્રસાદી અવશ્ય લેતા જાય છે અને તેને ભાવથી અર્પણ કરે છે.
‘ખુશ્બુ ગુજરાત કી’ અંર્તગત સોમનાથ મંદિર અંગે તેને કરેલું પ્રમોશન - પ્રેઝન્ટેશન ઍટલું સફળ અને અસરકારક રહ્નાં કે ત્યારથી ભાવિકો અને યાત્રિકો અને પ્રવાસીઅોમાં ખૂબ જ વધારો થયો છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
