News of Friday, 11th October 2024
ધ્રોલ મામલતદાર કચેરીથી ભૂચરમોરી શહીદ વન સુધી ‘વિકાસ પદયાત્રા'નું આયોજન કરાયું
ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, કલેકટર બી.કે.પંડયા સહિતના પદાધિકારીઓ રેલીમાં જોડાયા

(સંજય ડાંગર દ્વારા) જામનગર તા. ૧૧ : વિકાસ સપ્તાહ-૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ધ્રોલ મામલતદાર કચેરીથી ભૂચરમોરી શહીદવન સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી દરમિયાન વડાઙ્ઘધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં થયેલા વિકાસ કાર્યોની ફિલ્મ, તેમજ ગુજરાતના વિકાસની ગાથા રજૂ કરવામાં આવી હતી. રેલીના રૂટ પર અગ્રણીઓ દ્વારા મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યું હતું. રેલીમાં ૨૩ વર્ષ સફળ અને સક્ષમ નેતળત્વના તેમજ વિકાસ સપ્તાહને લગત પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિકાસ સપ્તાહના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતળત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૨૩ આઇકોનિક સ્થળોએ શ્નવિકાસ પદયાત્રાઙ્ખનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ભૂચરમોરી શહીદ વનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વિકાસ યાત્રામાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર બી.કે.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારી સ્વપનિલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સોજીત્રા, મામલતદાર શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ, આજુબાજુના વિસ્તારના રહેવાસીઓ જોડાયા હતા.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
