News of Friday, 11th October 2024
જામનગરમાં નવરાત્રિનાં અંતિમ દિવસોમાં થઇ રહી છે જમાવટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૧ : જામનગરમાં નવરાત્રિ પર્વની યુવા વર્ગ ઉત્સાહભેર ઉજવણી કરી રホા છે. નવરાત્રિનાં અંતિમ દિવસોમાં યુવા વર્ગ ગરબા મહોત્સવોને પૂરેપૂરો માણી લેવા તત્પર બન્યો છે અને વિવિધ અર્વાચીન ગરબીઓમાં ખેલૈયાઓની ભીડ જોવા મળી રહી છે. શહેરની સૌથી પહેલી અર્વાચીન ગરબી ‘‘રંગતાળી ગ્રૂપ''નાં આયોજકો દ્વારા છેલ્લા ઍક દાયકાથી યોજાતાં સેવા સમર્પિત ‘‘સહિયર'' નવરાત્રિ મહોત્સવ ખેલૈયાઓની પહેલી પસંદ બની ગયો છે. શહેરની મધ્યમાં વિશાળ જગ્યામાં અને પરીવારીક - સુરક્ષિત વાતાવરણમાં યોજાતી આ અર્વાચીન ગરબીમા પ્રતિદિન ખેલૈયાઓ જમાવટ કરી રહ્યા છે. આ ઉપરાંત પણ શહેરની ભાગોળે ધોરીમાર્ગો પર થયેલ વિવિધ અર્વાચીન ગરબીનાં આયોજનોમાં પણ રોનક આવી છે. ખેલૈયાઓ છેલ્લે છેલ્લે ધૂમ મચાવી રહ્યા છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
