News of Friday, 11th October 2024
જેતપુરમાં કાલે વિશ્વ હિન્દુ પરીષદ બજરંગદળ દ્વારા શસ્ત્ર પુજન કરાશે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૧: દશેરાના દિવસે દરેક લોકો પોતાના શસ્ત્રો નું પુજન કરતા હોય જેમાં તમામ ક્ષત્રીય સમાજ તેમજ પોલીસ પણ તેમના શસ્ત્રોનું વિધીવત રીતે પુજન કરતી હોય જે પરંપરા મુજબ આવતી કાલ તા. ૧૨- ૧૦ - ૨૪ શનિવારના રોજ રાત્રે ૮ થી ૯ કલાક દરમ્યાન ગાયત્રી મંદિર કોટડીયા વાડી ખાતે વિશ્વ હિંદુ પરીષદ તથા બજરંગદળ દ્વારા શસ્ત્ર પુજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તો આ કાર્યક્રમમાં પોતાના શસ્ત્રોનું પુજન કરવા ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
