News of Friday, 11th October 2024
જામનગરમા ૪ કરોડની ઓનલાઇન છેતરપીંડી : ૧૮ સામે ફરીયાદ
ખોટી ઓળખ આપીને એકાઉન્ટમાંથી રોકડ રકમ ઉપાડી લઇને નાણા સગેવગે કરી દીધા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: અહીં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કોન્સ.દર્શીતભાઈ જગદીશભાઈ સિસોદીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧-૧૦-ર૦ર૪ ના આરોપીઓ આમાર હુશેન હનીફભાઈ ગંઢાર, ઉબેદભાઈ ઓસમાનભાઈ ગોધવીયા, કપીલ વિનોદભાઈ મજીઠીયા, જફરૂલ્લાખાન સુલતાનખાન લોદી, દેવરાજ બાબુભાઈ ચોવટીયા, બાસીતાખાન જફરૂલ્લાખાન લોદી, મયુર મનહરલાલ સોઢા, મહેન્દ્રભાઈ રામજીભાઈ કણજારીયા, મુકેશભાઈ અરવીંદભાઈ રાઠોડ, મોહીબઅલી મહેબુબભાઈ મકવાણા, સમીર હસમુખભાઈ ટીકરીયા, વસંત જેઠવા, મોહીબ અલી મહેબુબ મકવાણા, હિતેષ સોની, ભાવેશ પરમાર, સદામ સલીમભાઈ બાનાણી, હેમેન્દ્ર તુલશીભાઈ કાસુંદ્રા, સહદેવસિંહ દિલીપભા રાઠોડ દ્વારા પુર્વ આયોજીત પુર્વ ગુનાહીત કાવતરૂ રચી પોતાનો એક સમાન ઈરાદો પાડવા અને લોકો સાથે ઈન્ટરનેટના માઘ્યમથી ઠગાઈ કરવા પોતાની ખોટી ઓળખ ઉભી કરી બેંક એકાઉન્ટ ઓનલાઈન આર્થિક ઠગાઈ ના ગુન્હાઓ આચરવા માટે એકાઉન્ટ કિટ સહીત આપી જે દરેક બેંક એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમીશ્નો મેળવી એકબીજાની મદદગારી માટે નાણા મેળવી આશરે રૂ.૪,૦૦,૦૬,૪૮ર/- જેટલી રકમના અનઓથોરાઈઝડ ટ્રાઝેકશન કરી નાણા સગેવગે કરી ગુનો કરેલ છે.
સામ સામે મોટરસાયકલ અથડાતા મોત
કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રાજદિપસિંહ રણજીતસિંહ ચુડાસમા, ઉ.વ.રપ, રે. ચિત્રાવડ ગામ, તા.જામકંડોરણા વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૧૦-ર૦ર૪ ના ફરીયાદી રાજદિપસિંહ ના મોટા ભાઈ શિવરાજસિંહ રણજીતસિંહ ચુડાસમા, ઉ.વ.ર૮ વાળા તેમનું હિરો હોન્ડા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૩ એ.એમ.-૧૯૯૭ નું લઈને સિલ્વરટેક કંપનીએથી નોકરી પુરી કરી તેમના ગામ ચિત્રાવડ જતા હતા તે દરમ્યાન રસ્તામાં નિકાવા ગામથી નાના વડાળા તરફ જતા રોડ પર કિરીટભાઈ કરશનભાઈ મારકણાની વાડીની સામેથી આરોપી એક હિરો સ્પેલન્ડર મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૦૩-ઈબી-૮૧ર૪ નના ચાલકે તેની મોટરસાયકલ પુરઝડપે બેફીકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી સામેથી ભટકાળી એકસીડન્ટ કરી ફરીયાદી રાજદીપસિંહ ના ભાઈ શિવરાજસિંહને મોટરસાયકલ ઉપરથી રોડ પર પછાડી દઈ માથાના ભાગે ગંભીર ઈજા કરી ફરીયાદી રાજદીપસિંહના ભાઈ શિવરાજસિંહનું મોત નિપજાવી પોતાનું મોટરસાયકલ રોડ ઉપર મુકી નાશી જઈ ગુનો કરેલ છે.
ઘરવખરીનો સામાન ભરવા જતા બઘડાટી
જામનગર : સિકકા પોલીસ સ્ટેશનમાં કમલેશભાઈ રમેશભાઈ બુજડ,ઉ.વ.૪૧, રે. સિકકા ગામે ભગવતી મારૂતીનગર, જીઓ ટાવરની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કમલેશભાઈના ભાણેજ ઉવશીબેનના લગ્ન આરોપી સહદેવ પ્રવિણભાઈ હોરીયા સાથે થયેલ બાદ બંન્નેને મનમેળ ન થતા છુટાછેડા થયેલ હોવાથી સાહેદો તા.૧૦-૧૦-ર૦ર૪ના સિકકા ગામે મારૂતીનગર, જીઓ ટાવરની બાજુમાં ફરીયાદી કમલેશભાઈના ભાણેજ ઉવશીબેનના ઘરવખરીનો સામાન ભરવા જતા આરોપી જયોત્સનાબેન પ્રવિણભાઈ હોરીયા એ સાહેદ દિપુબેન સાથે બોલાચાલી ઝઘડો કરેલ અને આરોપી સહદેવ પ્રવિણભાઈ હોરીયાએ સાહેદ દિપુબેનને લાકડાના ધોકા વડે માથાના ભાગે માર મારી ઈજા કરેલ હોય જે બાબતની જાણ ફરીયાદી કમલેશભાઈને થતા ત્યાં જતા આરોપી હાર્દિક પ્રવિણભાઈ હોરીયા તથા સદહેવ પ્રવિણભાઈ હોરીયા એ લાકડાના ધોકા વડે ફરીયાદી કમલેશભાઈ જમણા પગમાં સાથળમા મુંઢ ઈજા તથા આરોપી હાર્દિક એ લોખંડના પાઈપ વડે ડાબા હાથની કોણી પાસે ફેકચર જેવી ઈજા કરી તથા આરોપી પ્રવિણભાઈ હોરીયાએ લાકડના ધોકા વડે ફરીયાદી કમલેશભાઈને કપાળે માર મારી પાંચ ટાકા જેટલી ઈજા કરી તથા આરોપી અનસોયાબેન ગોવિંદભાઈ હોરીયા એ ફરીયાદી કમલેશભાઈને પાછળ આવી બંન્ને ખંભામાં બચકા ભરી મુંઢ ઈજા તથા આરોપી નં.૪ એ શાહેદો સાથે ઝપાઝપી કરી માથાના ભાગે મુંઢ ઈજા કરી ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.
જામનગર : સિકકા પોલીસ સ્ટેશનમાં હાર્દિક પ્રવિણભાઈ હોરીયા,ઉ.વ.૩૪, રે. સિકકા ગામે મારૂતીનગર, જીઓ ટાવરની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી હાર્દિકભાઈના નાનાભાઈના લગ્ન સિકકામાં રહેતા દિનેશભાઈની દિકરી ઉવશીબેન સાથે થયેલ બાદ બંન્નેને છુટાછેડા થયેલ તેઓના ઘરવખરીનો સામાન ભરવા આરોપીઓ કમલેશભાઈ રમેશભાઈ બુજડ, મધુબેન રમેશભાઈ બુજડ તથા દિપમાલાબેન ઉર્ફે દિપુબેન દિનેશભાઈ મથર આવેલ અને આરોપી મધુબેન તથા દિપમાલાબેન ઉર્ફે દિપુબેને ફરીયાદી હાર્દિકભાઈની માતા સાથે છુટાછેડાનો ખાર રાખી ઝપાઝપી ગાળા ગાળી કરી ઝાપટ મારી મુંઢ ઈજા કરેલ બાદ આરોપી કમલેશભાઈએ ઈંટ લઈને આવી ફરીયાદી હાર્દિકભાઈને માથાના ભાગે માર મારતા બે ટાંકા ની ઈજા કરી તથા આરોપી મધુબેન એ ફરીયાદી હાર્દિકભાઈને પાછળથી પકડી રાખી આરોપી કમલેશભાઈએ લાકડાના ધોકા વડે જમણા ખંભાના ભાગે માર મારી ખંભો ઉતારી જવાથી ઈજા કરી તથા ફરીયાદી હાર્દિકભાઈ તથા તેના પરીવાર સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
જમાઈએ સાસુને લમધારી
ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હસીનાબેન અનવરભાઈ શાહમદાર, ઉ.વ.પ૮, રે. રાધેપાર્ક સોસાયટી, ધ્રોલવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૧૦-ર૦ર૪ના ફરીયાદી હસીનાબેન પોતાના ઘરે સુતા હોય ત્યારે ફરીયાદી હસીનાબેનના જમાઈ આરોપી મોહસીનભાઈ કાસમભાઈ ગાદ આવી જેમફાવે તેમ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી હસીનાબેનને ડાબા હાથના કાંડા ઉપરના ભાગે બેસ બોલના ધોકા વડે ઘા મારમારી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.
કોર્પોરેટરે પી.જી.વી.સી.એલ. કચેરીમાં હંગામો કરતા ફરીયાદ
જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પી.જી.વી.સી.એલના નાયબ ઈજનેર અજયભાઈ કરશનભાઈ પરમાર, ઉ.વ.૪૦ રે. નાઘેડી ગામ રોડ, આર્શીવાદ કલબ રીસોર્ટની સામે, બંગ્લા નં.૧૧ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૧૦-ર૦ર૪ના લાલબંગલા ખાતે આવેલ પી.જી.વી.સી.એલ.ની ઓફીસમાં આરોપી રચનાબેન નંદાણીયા એ મીડીયા ગૃપમાં મેસેજ કરી પોતે જી.ઈ.બી.માં સાહેબોને ડંડો લઈ મારવા જતા હોય જેઓને સાથે આવવુ હોય તે આવે તે રીતની જાણ કરી મોબાઈલ ફોનમાં ફેસબુકમાં ઓનલાઈન થઈ મીડીયા કર્મચારીઓ તથા પોતાની સાથેના કિશન ભાઈ નામના વ્યકિતને સાથે લઈ પોતાના હાથમાં લાકડી લઈ ફરીયાદી અજયભાઈ પોતાની ફરજ બજાવતા હોય અને આરોપી રચનાબેન અવાર નવાર ફરીયાદી અજયભાઈ પાસે કામ સબબ જતા હોય તે દરમ્યાન થયેલ વાતચીત મુજબ ફરીયાદી અજયભાઈની પી.જી.વી.સી. એલ.ની ઓફીસમાં આવેલ ચેમ્બરમાં અંદર પ્રવેશ કરી ફરીયાદી અજયભાઈ તથા તેની સાથે કામ કરતા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરી ફરીયાદી અજયભાઈ સામે લાકડી ઉગામી માર મારવાની ધમકી આપી ફરીયાદી અજયભાઈની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ફરીયાદી અજયભાઈ પાસે રહેલ તેનો મોબાઈલ ફોનનો ઘા કરી નીચે પછાડી કિંમત રૂ.૧૦,૦૦૦/- નું નુકશાન કરી પોલીસમાં ફરીયાદ કરશો તો હું તમને જોઈ લઈશ તેમ કહી ધમકી આપેલ હોય તેમજ આ દરમ્યાન ફેસબુકના માઘ્યથી લોકોને દારૂ વેચવા, ડ્રગ્સ વેચવા તથા બે નંબરના કામ કરવા ગેરમાર્ગે દોરી તથા જી.ઈ.બી દ્વારા સ્માર્ટ મીટરો લગાડી વધારે બીલો આપવામાં આવતા હોવાનું જણાવી ફરીયાદી અજયભાઈના ડિપાર્ટમેન્ટ વિરૂઘ્ધ ઉશ્કેરણી કરી પોતે સ્યુસાઈડ કરી લેવાની ધમકી આપી તેમજ ફરીયાદી અજયભાઈ તથા તેમના સ્ટાફના કર્મચારીઓને તેઓની કાયદેસરની ફરજ બજાવતા રોકી ગુન્હાતી બળ વાપરી ગુનો કરેલ છે.
સગાઈ બાબતે માર માર્યાની રાવ
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા, ઉ.વ.૩૭, રે. ખોડીયાર કોલોની, હાઉસીંગ બોર્ડ રૂમ નં.૧ર૦ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૧૦-ર૦ર૪ના ફરીયાદી નરેન્દ્રસિંહની અગાઉ મુંગણી ખાતે સગાઈ થયેલ હોય અને સગાઈ તુટી ગયેલ હોય અને હવે આરોપી અર્જુનસિંહ ઝાલાની ત્યાં સગાઈ થયેલ તે બાબતનો ખાર રાખી આરોપી એક અજાણ્યો ઈસમે ફરીયાદી નરેન્દ્રસિંહને પકડી રાખી આરોપી અર્જુનસિંહ એ ફરીયાદી નરેન્દ્રસિંહને ગાળો આપી ઝાપટ મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.
ઈશ્વરીયા ગામે જુગાર રમતા છ ઝડપાયા
જામનગર : લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. શકિતસિંહ કારૂભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૧૦-ર૦ર૪ના ઈશ્વરીયા ગામમાં ગૌશાળા પાસે, મોમાઈમાના મંદિરની બાજુમાં આરોપીઓ રેનીસ મોહમદભાઈ પુંજાણી, રાજેશભાઈ ડાયાભાઈ પરમાર, નરશીભાઈ ટપુભાઈ પરમાર, બાબુભાઈ છગનભાઈ પરમાર, ધીરજભાઈ પોપટભાઈ ડાંગર, લાલજીભાઈ સામજીભાઈ ડાંગર એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,ર૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.
મંદિરની દાન પેટી ઉઠાવી જતો તસ્કર
અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ભાર્ગવભાઈ જયેશભાઈ ભદ્રા, ઉવ.ર૪, રે. શંકરટેકરી, સુભાષપરા શેરી નં.૧ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૧૦-ર૦ર૪ના સુભાષપરા શેરી નં.૧ માં જાગનાથ મહાદેવ મંદિરમાં કોઈ અજાણ્યા ચોર ઈસમે દાનપેટી તથા તેમા રહેલ રોકડા રૂ.૩પ૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.
ડુબી જતા સાત વર્ષની બાળાનું મોત
કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે રમેશભાઈ સાંગાણીની વાડીએ રહેતા પ્રવિણભાઈ દેવાભાઈ નાયક, ઉ.વ.ર૩ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૦-૧૦-ર૦ર૪ના મરણજનાર કાજલબેન પ્રવિણભાઈ દેવાભાઈ નાયક, ઉ.વ.૭ વાળા રમતા રમતા પાણી ભરેલ હોજમાં પડી જતા પાણીમાં ડુબી જતા પાણી પી જતા સારવાર અર્થેે સરકારી હોસ્પિટલ કાલાવડ ખાતે લઈ જતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ ગયેલાનું જાહેર કરેલ છે.
શોર્ટ લાગતા યુવાનનું મોત
જામનગર જિલ્લાના દડીયા જવાના પુલ પાસે ઝુપડામાં રહેતા વિવેકભાઈ લતીફભાઈ ફકીર, ઉ.વ.૩૬ વાળાએ પંચ ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૭-૧૦-ર૦ર૪ના મરણજનાર કપીલ વિવેકભાઈ લતીફભાઈ ફકીર, ઉ.વ.૧પ વાળા દરેડ રેસીડન્ટ ઝોનો વિપુલ મેટલની સામેની જગ્યા પોતાના પિતાનો મોબાઈલ ચાર્જીગ માં રાધે પાન નામની દુકાને રાખેલ હોય ત્યાં મોબાઈલ લઈ બાજુમાં ઉભો હતો ત્યારે અચાનક લોખંડના વિજપોલમા અડી જતા આ પોલમાં ઈલેકટ્રીક પ્રવાહ લીક હોય તેમાથી પ્રાણઘાતક શોક લાગતા મરણ થયેલ છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
