<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

મોરબીમાં બેંગલ દુર્ગાપૂજા ગ્રુપ કમિટી દ્વારા દુર્ગા પૂજાનું વિરાટ આયોજન

નારી તું નારાયણી અને માહિસાસૂર મર્દીની થીમ પર ૯ થી ૧૩ ઓક્‍ટોબર સુધી યોજાશે દુર્ગાપૂજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૧ : મોરબીના લખધીરવાસ ચોકમાં તા.૯ ઓકટોમ્‍બર થી ૧૩ ઓકટોમ્‍બર સુધી ૫ દિવસ શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમિટી દ્વારા આઠમાં વર્ષે દુર્ગાપૂજા મહોત્‍સવનું શાનદાર આયોજન કરવામાં આવ્‍યું છે.

મોરબીમાં નવરાત્રીના છઠ્ઠા નોરતેથી નારી શકિતના તહેવારને મહોત્‍સવ તરીકે ઉજવવાના અને હર એક નારી ની અંદર રહેલી શકિતને ઓળખવા માટે નારી શકિત દુર્ગાના વિષયને ખરા અર્થમાં સાર્થક કરતું દેવી દુર્ગાના વિરાટ અને શકિત સ્‍વરૂપના દર્શન અને પુજા અર્ચનનો અનેરો મહોત્‍સવ એટલે કે દુર્ગા પૂજા મહોત્‍સવનું છેલ્લા આઠ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્‍ય અને જાજરમાન આયોજન કરવામાં આવ્‍યું છે.

 દુર્ગા પૂજામાં બલ, બુદ્ધિ, જ્ઞાન, સમજ,વિવેક,ન્‍યાય,સત્‍ય અને જીવનને ઉચ્‍ચધ્‍યેયનો મહા સંગમ છે ૫ દિવસ ચાલતા આ મહોત્‍સવમાં મહિસાસુરમર્દિની મા દુર્ગાના વિરાટ રૂપના દર્શન, સૌમ્‍ય દેવી સરસ્‍વતીના, સમુદ્ધિ અને યશના દેવી લક્ષ્મીના, વિધ્‍યા અને બુદ્ધિના સ્‍વામી ગણેશજીના, શૌર્ય અને બલના સ્‍વામી કાર્તિકેયજીની પુજા સ્‍તૂતી અને આરતી અને તમામ સંસ્‍કળતિક કાર્યક્રમોનો મહા સંગમ છે, તો આ દુર્ગા પૂજાનો અમુલ્‍ય લાભ લેવા માટે મોરબીની જનતાને હદય પૂર્વક નિમંત્રણ કમિટી તરફથી પાઠવવામાં આવ્‍યું છે.

 દુર્ગા પૂજાને લગતી કોઈપણ માહિતી જાણકારી કે પ્રશ્‍ન માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલનો મો. ૭૯૯૦૨૧૫૦૯૯ પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(1:30 PM IST)