News of Friday, 11th October 2024
મોરબીમાં રાસ ગરબા કાર્યક્રમ બાદ પોસ્ટમેનનું હાર્ટ એટેકથી મોત થતા ગમગીની

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૧ : શહેરની મુખ્ય પોસ્ટ ઓફીસના પટાંગણમાં ગઈકાલે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું પોસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના પરિવાર માટે રાસ ગરબા યોજવામાં આવ્યા હતા જ્યાં સૌ કોઈ મનમુકીને ગરબે ઘૂમ્યા હતા ગરબા બાદ ભોજનનું આયોજન કરાયું હતું સૌ પોસ્ટ ઓફીસના પરિવારજનો ભોજનનો સ્વાદ માણી રહ્યા હતા.
ત્યારે પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રવજીભાઈ ઘુમલીયા (ઉ.વ.૪૯) ને હાર્ટ એટેક આવ્યો હતો જે હાર્ટ એટેકને પગલે પોસ્ટમેનનું મોત થયું હતું જેથી પોસ્ટ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું થોડા સમય પૂર્વે સાથે ગરબે ઘુમનાર સાથી કર્મચારી ગુમાવતા પોસ્ટ ઓફીસના સ્ટાફની આંખમાં અશ્રુનો દરિયો વહેવા લાગ્યો હતો.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
