<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

જેતપુરના ગોંદરા વિસ્‍તારમાં રહેણાંક મકાનમાંથી ઇંગ્‍લીશ દારૂની ૧પ૦ બોટલ સાથે ર ઝડપાયા

દારૂની ડીલેવરી આપવા આવનાર સહિત ૪ સામે ગુન્‍હો નોંધતી શહેર પોલીસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૧ :.. શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍યા જળવાઇ રહે માટે સીટી પી.આઇ. એ. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્‍ટાફના  જયંતભાઇ દાફડા, ભાવેશભાઇ ચાવડા, ચંદ્રસિંહ વસૈયા, સાગરભાઇ મકવાણા, શકિતસિંહ ઝાલા, લખુભા રાઠોડ, આગરભાઇ ઝાપડીયા પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્‍યાન ચોકકસ બાતમી મળેલ કે ફકીરવાડામાં રહેતો યુનુસ રફાઇ દારૂનો વેપલો કરતો હોય જે આધારે બપોરે ર કલાકે  ગોંદરા વિસ્‍તાર ફકીરવાડામાં આવેલ અખતર ઉર્ફે ગોળોના રહેણાંક મકાનમાં દારૂ અંગેની રેડ કરતા ઇંગ્‍લીશ દારૂની નાની - મોદી બોટલો નંગ ૧પ૦ કિ. રૂા. ર૯,૪૦૦ નો મળી આવતા પોલીસે હાજર બન્ને શખ્‍સ અખબર ઉર્ફે ગોબો ઇસ્‍માઇલભાઇ રફાઇ તથા તેનો પિત્રાઇ ભાઇ યુનુસ ઉર્ફે કટારીયો યાસીનભાઇ રફાઇ (રહે. બન્ને ફકીરવાડા) બન્ને ને દારૂ તથા મોબાઇલ-૧ મળી કુલ રૂા. ૩૪,૪૦૦ નો મુદામાલ કબ્‍જે કરી દારૂ અંગે પુછપરછ કરતા યુનુસે તેના પીત્રાઇ ભાઇ અખતરના રહેણાંક મકાનમાં દારૂનો જથ્‍થો રાખી વેચાણ કરતો હતો.

આ દારૂ તેણે તેનો મીત્ર પરાગ હરકીશનભાઇ આસનાણી (રહે. નયન પાર્ક-ધોરાજી રોડ), પાસેથી મંગાવતા વહેલી સવારે પરાગ તેના મીત્ર મેહુલ નરેશભાઇ દેવાંતકા (રહે. જનતાનગર-ર, સાથે કારમાં આપી ગયેલ હોવાનું કબુલ કરતા શહેર પોલીસે ચારેય શખ્‍સો વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. (પ-રર)

 

(1:36 PM IST)