News of Saturday, 12th October 2024
સતત અગિયારમાં વર્ષે જામનગર-જૂનાગઢ જિલ્લાના ૫૫૦૦ બાળાઓને ‘કુમારિકા પૂજન' તરીકે ઉપાસના ઉત્સવમાં લ્હાણી વિતરણ
ત્રણ તાલુકાના ૩૪ ગામોના ૮૮ ગરબી મંડળની બાળાઓને શકિતની ભકિત માટે ઉજવાતા નવરાત્રી પર્વમાં ભેટ અર્પણ કરાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧: શક્તિની ભક્તિ માટે ઉજવાતા દુનિયાના સૌથી લાંબા નળત્યપર્વ નવરાત્રિ સાથે પરંપરાગત રીતે લ્હાણી ભેટ આપવાની પ્રથા સંકળાયેલી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર અને જુનાગઢ જિલ્લાની ૫,૫૦૦ બાળાઓને ‘કુમારિકા પૂજન' તરીકે આ ઉપાસના ઉત્સવમાં લ્હાણી વિતરણ કરી શક્તિ આરાધનાના મહાપર્વમાં સાંસ્કળતિક યોગદાન આપવામાં આવ્યું હતું.
પ્રતિવર્ષ રિલાયન્સ ગામડાના નવરાત્રિ ઉત્સવોમાં લહાણીનું યોગદાન આપીને ભાગ લે છે. ચાલુ વર્ષે જામનગર અને જુનાગઢ જિલ્લાના ત્રણ તાલુકાના ૩૪ ગામોના ૮૮ ગરબી મંડળની ૫૫૦૦ થી વધુ કન્યાઓને રિલાયન્સના પ્રતિનિધીઓ દ્વારા રુબરુ જઈને આ લ્હાણીનું વિતરણ કરીને સતત અગિયારમા વર્ષે આ પરંપરા ચાલુ રાખવામાં આવી હતી.
આ પહેલ નવરાત્રિ ઉત્સવ અને સમળદ્ધ ભારતીય સંસ્કળતિની ભાવનાની ઉજાગર કરે છે અને સમાજમાં મહિલાઓની આગામી પેઢીના સંવર્ધન અને સશક્તિકરણના મહત્વને પણ મજબૂત બનાવે છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
