<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

સદીના સૌથી વધુ લોકપ્રિય ઉદ્યોગપતિ, દાનવીર રતન ટાટાના ઓખામંડળ સાથેના સંભારણા

૧૯૯૧માં ટાટા ગ્રુપની કમાન સંભાળ્‍યા બાદ શ્રી ટાટાએ ૧૯૯૭ મીઠાપુર સ્‍થિત ટાટા કેમિકલ્‍સની મુલાકાતે આવ્‍યા હતાઃ જેને આજે પણ સમગ્ર ઓખા મંડળના લોકો તે અવિસ્‍મરણીય ક્ષણોને ભૂલી નથી શકયા

(ભરત બારાઇ દ્વારા) ઓખા,તા. ૧૨: ટાટા કેમિકલ્‍સ એ ટાટા ગ્રૂપની સૌથી જુની કંપનીઓ પૈકીની એક છે. સર રતન ટાટા મુંબઈ થી ખાસ ચાર્ટર્ડ પ્‍લેનમાં પોરબંદર આવ્‍યા હતા અને ત્‍યાંથી તેઓ જાતે હેલિકોપ્‍ટર ચલાવી  રાણાવાવ સ્‍થિત ખાણ ની મુલાકાતે ગયા હતા અને બાદમાં મીઠાપૂર આવ્‍યા હતા અને પોતે જાતે સફારી કાર ચલાવી મીઠાપૂર ફેકટરી અને ટાઉન શીપ માં ફર્યા હતા અને લોકોને મળ્‍યા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ વિમાન ઉડાડવાના અને કાર ચલાવવાના ખૂબ શોખીન હતા અને ફાઈટર વિમાન પણ તેઓ એ ઉડાડયુ હતું. મુંબઈમાં પણ તેઓ ઘણીવાર જાતે કાર ચલાવતાં જેનો ઉલ્લેખ શ્રી નિતીન ગડકરીએ પણ તેની સ્‍પીચમાં  કર્યો હતો.

મીઠાપુરમાં તેઓ એ રેડ કાર્પેટ પર ચાલવાની બદલે સાદા રસ્‍તા પર ચાલી તેમની સાદગીનો પરિચય આપ્‍યો હતો.

તેમના અવસાનથી સમગ્ર ઓખામંડળમાં શોક વ્‍યાપી ગયો હતો અને ઠેક ઠેકાણે તેમના માનમાં શોક સભાનું આયોજન પણ કરાયું હતું. આજે ભલે આ મહામાનવ આપણી વચ્‍ચે નથી રહ્યા પણ લોકોના દીલો દિલો દિમાગમાં તે સદીઓ સુધી રહેશે.

(10:01 AM IST)