News of Saturday, 12th October 2024
જૂનાગઢ ગોલાધર ગામે જૂની અદાવતથી બાઇક રોકાવી દંપતીની હત્યાની કોશિશ
પાઇપ, લાકડી વડે આડેધડ મારમારતા યુવકને ગંભીર ઇજા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૨: જૂનાગઢ તાલુકાના ગોલાધર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ૨૬ વર્ષીય જયભાઈ ગોપાલભાઈ કાલરીયા અને અને તેમના ૨૩ વર્ષીય પત્ની મિતલબેન ગુરુવારે સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં બાઈક પર જતા હતા.
દરમિયાન ગામના સ્મશાન પાસે પહોંચતા અચાનક ગોલાધરનો વિજય પ્રવીણ મકવાણાએ પ્લાસ્ટિકના પાઇપ સાથે આવી બાઈક રોકાવી ગાળો આપવા લાગ્યો હતો.
આ દરમિયાન વિજયના બે ભાઈઓ અજય લોખંડના પાઇપ સાથે અને મિલન લાકડી સાથે આવી ત્રણેય યુવાનની પત્નીને શ્નતારા બાપને અમે મારી નાખેલ અને છૂટી ગયા છે શું કરી લીધું? આજે તમને બંનેને પણ મારી નાખવા છેઙ્ખ તેમ કહી ત્રણેય ભાઈઓએ તૂટી પડી ખૂની હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને બંને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી તેમજ પતિને બચાવવા વચ્ચે પડતા પત્નીને ઇજા પહોંચાડીને નાસી ગયા હતા.
૧૦૮ એમ્બ્યુલન્સમાં દંપતીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયું હતું. તાલુકા પોલીસે યુવકની ફરિયાદ લઇ હત્યાની કોશિશ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘ચાર વર્ષ અગાઉ પત્ની મિતલે આરોપી અજય પ્રવીણ મકવાણા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.
આ અદાવતના કારણે ઝઘડો થતાં અજય, વિજય તથા મિલન અને તેના માતા પિતાએ મળી મિતલનાં ઓધવજીભાઈનું ખૂન કર્યું હતું. જેથી મિતલે તેની સાથે સંબંધ કાપી નાખ્યો હતો અને કોર્ટમાં છૂટાછેડા થઈ જતા નીકળે મારી સાથે લગ્ન કરેલ હોય તે વાતનું મન દુઃખ રાખી હત્યાની કોશિશ કરી ધમકી આપી હતી. વધુ તપાસ પીએસઆઇ એસ. કે. ડામોર ચલાવી રહ્યા છે.
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
