<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

જૂનાગઢ સિન્‍ધુત્‍સવ નવરાત્રીમાં પોલીસ અધિકારીઓનું સન્‍માન

 

જૂનાગઢઃ  નિલકંઠ પાર્ટીપ્‍લોટ ખાતે સિન્‍ધુ વેલફેર ફાઉન્‍ડેશન દ્વારા સિન્‍ધુત્‍સવ નવરાત્રીનો આયોજન કરવામાં આવેલ જેમા સાંઇ શહેરવાલેજી ગુરૂજી ગુરૂમાના અધ્‍યક્ષ સાથે જુનાગઢ જીલ્લાના દશપોલીસ અધિકારી ઓનુ એસપી હર્ષદમહેતાની ઉપસ્‍થિતમાં સન્‍માન કરાયુ હતુ જૂનાગઢના ડીવાય એસપી હિતેષ ધાધલ્‍યા અને  કેશોદનાડીવાય એસ પી બીસી ઠકકર એલસીબી પીઆઇ જેજે પટેલ બીબી કોળી નેત્રમ શાખાના પીએમ આઇ પ્રતિક મશરૂ સીડીવીઝન પીએસઆઇ આરપી વણઝારા અને બાટવા પીએઇઆઇ આરએમવાળા તથા કેપી વાઢેર એમ આર રાઠોડ સહિતના પોલીસ અધિકારી ઓને ઉતકૃષ્‍ટ કામગીરી બદલ તેઓનું સાલ ઓઢાડી શિલ્‍ડ આપી ભગવતગીતા અર્પણ  ગુરૂમાં એસપી હર્ષદ મહેતા  કુલપતિ ડો. ચેતન ત્રિવેદી દ્વારા સન્‍માન કરાયુ હતું. સિન્‍ધુત્‍સવ ના રાસોત્‍સવમાં ખેલૈયા પણ રમઝટ બોલાવી રહ્યા છે.

આ રાસોત્‍સવ કેજે હોસ્‍પિટલના સંચાલક ભાવિનભાઇ છત્રાળા ધ ફનલિર્યો રિર્સોટના માલિક વિપુલભાઇ કોટેચા સેન્‍ટ્રલ ઓર્થોકેર હોસ્‍પિટલના ડો. કશ્‍યપ આરદેશણા  રબારી સમાજના આગેવાન બાલાભાઇ રાડા મેંદરડા ખાખીમઢી રાજી ધિરના ડો. ભાવેશ સુરેજા મહંત પૂ. સુખરામદાસબાપુ તેમજ નિલકંઠ પાર્ટીપ્‍લોટના પ્રફુલ્લભાઇ પટેલ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી ઉપસ્‍થિત રહી રાસોત્‍સવ નિહાળેલ આફાઉન્‍ડેશનના ચેરમેન સુનિલના વાણી તથા ટ્રસ્‍ટીઓ કિશોર અજવાણી ગિરીશકાંજાણી દિલીપ બહીરવાણી હરેશ ફિપ્‍લાણી હરેશ ગોધવાણી ડો. પાયલ ગોધવાણી કમલેશ ધમાણી અને તેમની સમગ્ર ટીમ દ્વારા ખુબ સુંદર આયોજન સફળતા પૂર્વક ગોઠવવામાં આવેલ અને પારીવારિક મહોત્‍સવમાં સીંધી સમાજના ખેલૈયા ઓ નવરાત્રીના નવનવ નોરતા ખુબજ આનંદ ઉત્‍સાહ સાથે ઉજવવામાં આવેલ હતા (અહેવાલઃ  વિનુ જોષી તસ્‍વીર મુકેશ વાઘેલા જૂનાગઢ)

(11:06 AM IST)