News of Saturday, 12th October 2024
સોરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયું વાતાવરણ યથાવતઃ ખંભાળીયા- ગોંડલમાં છાંટા

રાજકોટ તા.૧૨: રાજકોટ સહિત સોરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ વાદળછાયું વાતાવરણ યથાવત છે અને હળવા છાંટા વરસી રહયા છે.
ખંભાળીયા
(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ આજે સવારે ખંભાળીયા અને જામનગર રોડ ઉપર હળવા છાંટા પડયા હતા.
ગોંડલ
ગોંડલમાં આજે સવારે ઝરમર છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૭, મહતમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ ૮૧%, પવનની ગતી ૬ કિ.મી. રહી હતી.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
