<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

ગુરૂવારે ધ્રોલમાં શરદ પૂર્ણિમા રાસોત્‍સવ

પૂનમબેન માડમ, મુળુભાઇ બેરા, રાઘવજીભાઇ પટેલ સહિતના ઉપસ્‍થિત રહેશે

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ૧ર : ધ્રોલ ખાતે  તા. ૧૭ અને ગુરુવારે શરદ પૂર્ણિમાનુ ભવ્‍ય રાસોત્‍સવનુ આયોજન દરમિયાન કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, કેબીનેટ કૂષીમંત્રી રાઘવજીભાઈ પટેલ, દેવભૂમિ દ્વારકા જામનગર સાંસદ પૂનમબેન માડમ મહેમાન બનશે આ અવસરે ૭૬ કાલાવડ ના ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા સહિત આગેવાનો ઉપસ્‍થિત રહેશે શરદ પૂર્ણિમાનુ વર્ષોથી આયોજન ધ્રોલ નગર પાલિકા પૂર્વ પ્રમુખ વિરભાઈ વરુ, રંભીબેન વિરમભાઈ વરુ દ્રારા આયોજન કરવા મા આવે છે ત્‍યારે ગુરુવાર ને ૧૭ તારીખે ધ્રોલ ના જામનગર રાજકોટ હાઈવે પર આવેલ રાધે રેસિડેન્‍સી ખાતે શરદ પૂર્ણિમા દિવસે સાંજે ૬:૦૦ વાગ્‍યે કાર્યક્રમ યોજાશે જેમા ધ્રોલ શહેર ની અંદાજીત ૬૦ જેટલી અલગ-અલગ ગરબા મંડળ ની બાળાઓ ગરબા રમ છે અને જે ગરબા ની બાળાઓ દ્રારા ૧,૨,૩, નંબર આવશે તેવો ને ઇનામ આપવામા આવશે જામનગર ધ્રોલ સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહેશે ભોજન સમારંભની વ્‍યવસ્‍થા રાખવામા આવી છે. યાદીમા જણાવેલ.

(11:24 AM IST)