<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

મોરબીના યુવાન રવિ માનેવાડીયાનું અપહરણ કરી પતાવી દેવાયો

જુની અદાવતના કારણે ૭ થી ૮ શખ્‍સો રવિનું અપહરણ કરી બેલા ગામ નજીક પુલ પાસે લઇ થઇ પથ્‍થર-લાકડીઓ ઝીંકી ઢીમ ઢાળી દીધુ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૧૨: મોરબીમાં છેલ્લા નોરતે હત્‍યાનો હીંચકારો બનાવ બન્‍યો છે, શહેરના ઈન્‍દિરાનગર નગરમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા ૨૩ વર્ષના યુવાનનું સાતથી આઠ શખ્‍સોએ અપહરણ કરી લઈ જઈ બાદમાં બેલા ગામ નજીક પથ્‍થર અને લાકડી વડે બેફામ મારતા ગંભીર ઇજાઓ થતા મળત્‍યુ નીપજ્‍યું હતું. મોડીરાત્રે ૧૨.૩૦ વાગ્‍યા બાદ મળતદેહને મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્‍યો હતો અને પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઈન્‍દિરાનગર નગરમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા રવિ પરસોત્તમભાઈ માનેવાડીયા ઉ.૨૩ નામના યુવાનનું ત્રાજપર ખારા પાટ તરીકે ઓળખાતા વિસ્‍તારમાંથી સાતથી આઠ શખ્‍સો અપહરણ કરી લઈ ગયા હતા અને બાદમાં બેલા ગામ નજીક પુલ પાસે પથ્‍થર અને લાકડી વડે બેફામ મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ મળતકના ભાઈને થતા ઇજાગ્રસ્‍ત રવીને સારવાર માટે મોરબી સિવિલ લાવતા હતા ત્‍યારે રસ્‍તામાં જ રવીનું મળત્‍યુ નીપજ્‍યું હતું. બાદમાં મોડીરાત્રે મળતદેહને મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્‍યો હતો. ઘટનાની જાણ થતા જ મોરબી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતકના પરિવાર દ્વારા જૂની અદાવતને કારણે હત્‍યાનો બનાવ બન્‍યો હોવાનું જાણવા મળ્‍યુ છે.

(11:38 AM IST)