<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

શિક્ષીકા અને પરિવારના ત્રણ સભ્‍યો પર ઓફિસમાં ગેરકાયદે પ્રવેશના કેસમાં આગોતરા જામીન મંજુર કરતી સાવરકુંડલા સેશન્‍સ કોર્ટ

સાવરકુંડલાની સરકારી શાળાના શિક્ષકા અને પરિવારના ત્રણ સભ્‍યોને બાળકોની કસ્‍ટડીના કેસમાં સમાધાન કરવાના બહાને બોલાવીને તેમના સસરાએ ઓફિસમાં ગેરકાયદે પ્રવેશની કરી હતી ફરિયાદ

રાજકોટ તા.૧૨: સાવરકુંડલાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પુનમબેન અનિલભાઈ ભટ્ટી તથા તેના પરિવારના ત્રણ સભ્‍યો વિરૂધ્‍ધ પરિણીતાના સસરા શામજીભાઈ નાનજીભાઈ કાચાએ અનઅધિકળત ગળહ પ્રવેશની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસ કાર્યવાહીથી બચવા પુનમબેન ભટ્ટીએ સાવરકુંડલા સેશન્‍સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જેને બંને પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે મંજૂર કરી હતી.

આ બનાવની વિગત મુજબ તા.૯-૯-૨૦૨૪ના રોજ પુનમબેન ભટ્ટી સામે તેમના પતિ ગોપાલભાઈ શામજીભાઈ કાચાએ બાળકોની કસ્‍ટડી માટે સર્ચ વોરન્‍ટ દાખલ કર્યો હતો. જેથી, તા.૩-૧૦-૨૪ની મુદતે પુનમબેન તથા તેના પરિવારના સભ્‍યો બાળકો સાથે કોર્ટમાં હાજર થયા હતાં. જેમાં નામદાર કોર્ટે બાળકોની કસ્‍ટડી માતા પાસે રહેશે તેવુ જણાવતા ગોપાલભાઈ કાચાએ પોતાની અરજી પાછી ખેંચી (વિથડ્રો) લઈને સમાધાનની વાત કરવા લાગ્‍યા હતાં. જેથી કોર્ટની સામેના ભાગે જ આવેલી ફરિયાદીના વકીલ દીકરી કિરણબેન શામજીભાઈ કાચાની ઓફીસે બેસીને સમાધાનની વાતચીત કરવા બોલાવ્‍યા હતાં. જ્‍યાં શામજીભાઈ કાચાએ બાળકોને રમાડવા બોલાવ્‍યા હતાં. પરંતુ બાળકો રડવા લાગતાં પુનમબેન ભટ્ટી અને તેના પરિવારજનો નીકળી ગયા હતા. બાદમાં સાવરકુંડલા પોલીસ સ્‍ટેશનમાં તેના પરિવારના અન્‍ય ૩ સભ્‍યો વિરૂધ્‍ધ અનઅધિકળત ગળહ પ્રવેશની ફરિયાદ કરી હતી.

જેમાં પોતે નિર્દોષ હોય અને સમાજના પ્રતિષ્ઠીત નાગરિક હોય જો તેમની ઘરપકડ કરવામાં આવે તો તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચશે એવી દહેશત હોય તેથી પુનમબેન અનિલભાઈ ભટ્ટીએ તેમના એડવોકેટ કલ્‍પના ડી. ખોલીયા દ્વારા સાવરકુંડલા સેશન્‍સ કોર્ટ સમક્ષ આગોતરા જામીન માટે અરજી દાખલ કરેલ હતા. જેમાં આરોપીઓના વકીલ દ્વારા કરેલી દલીલો ધ્‍યાને લઈ કોર્ટે પુનમબેન તથા તેના અન્‍ય પરિવારજનોની આગોતરા જામીનની અરજી મંજુર કર્યા છે.આ કામમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ કલ્‍પના ડી. ખોલીયા તથા સાવર કુંડલાના એડવોકેટ પ્રકાશભાઈ મેવાડ રોકાયેલ હતા

(11:39 AM IST)