News of Saturday, 12th October 2024
ભાવનગરમાં દ્વારકાની શારદાપીઠના જગતગુરૂ શંકરાચાર્યનું આગમન : બે દિવસ રોકાણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૨ : દ્વારકા શારદા પીઠાધિશ્વર જગતગુરૂ શંકરાચાર્યે સ્વામી સદાનંદ સરસ્વતીજી જી મહારાજ ભાવનગરના બે દિવસનાં પ્રવાસે પધાર્યા છે. ભાવનગરના શિવકુંજ આશ્રમ ખાતે શ્રી શંકરાચાર્યનું આગમન થતાં પૂ. સીતારામ બાપુએ વૈદિક વિધી પૂર્વક સ્વાગત કરી - આવકાર્યા ત્યારે નવરાત્રિનું અનુષ્ઠાન ચાલી રહ્યું હોય નવદુર્ગા સ્વરૂપ ન બલિકાઓએ પણ પૂજન કર્યું હતું. નવરાત્રિ અને દશેરાના પાવનકારી પર્વમાં શંકરાચાર્યજી ભાવનગરની મુલાકાતે આવતા ભાવિકોમાં ધર્મોલ્લાસ છવાઈ ગયો છે. ભાવનગરના વાઘાવાડી રોડ માધવ દર્શન ખાતે દિવ્ય નિર્માણ જ્વેલર્સ નું ઉદ્ધાટન પૂજ્ય જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના વરદ હસ્તે આજે સવારે કરવામાં આવ્યું હતું. બપોરના ૧૨ વાગે દર્શન, આશીર્વાદ વચન અને ધર્મસભા ના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. દિગ્વિજયસિંહ એચ. જાડેજા, મીનાબા ડી .જાડેજા, સૂર્યદિપસિંહજી ડી. જાડેજા દ્વારા પૂ. જગતગુરુ શંકરાચાર્યનું સ્વાગત કરવામાં આવેલ.
શિવકુંજ આશ્રમ અધેવાડા ભાવનગર ખાતે નવરાત્રી પર્વના પૂર્ણાહુતિ પ્રસંગે પધારેલા અનંતશ્રી વિભૂષિત પヘમિામનાય દ્વારકા-શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય પરમ પૂજ્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનો ઉતારો પૂજ્ય સંતશ્રી સીતારામબાપુના આશ્રમે (શિવકુંજ આશ્રમ-અધેવાડા ) ખાતે છે.પૂ. શંકરાચાર્યજીના આર્શીવચન તથા દર્શનનો લાભ સાંજના ૪ થી ૭ કલાક સુધી મળી શકશે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
