<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

માધવપુરના ગણેશઝારામાં દેશી ભઠ્ઠી ચલાવતો શખ્‍સ ઝડપાયોઃ ૮૦ લીટર આથો જપ્‍ત

 

પોરબંદર તા.૧૨: માધવપુર ગણેશઝારા વિસ્‍તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા કરશન માલદેભાઇને પોલીસે પકડીને કાર્યવાહી કરી છે.

પોરબંદર ગ્રામ્‍યવિભાગના નાયબપોલીસ અધિક્ષક શ્રીસુરજીત મહેડ તથા માધવપુર પોલીસ સ્‍ટેશનના પો.સબ.ઇન્‍સ આર.જી.ચુડાસમા તથા પ્રો. પો.સબ.ઇન્‍સ. એ.એ ડોડીયાના માર્ગદર્શન હેઠળ માધવપુર પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફ ગણેશઝારા વિસ્‍તારમા પેટ્રોલીંગ દરમ્‍યાન પો.હેડ.કોન્‍સ સી.એસ.સોલંકીનાઓને બાતમી મુજબ કે ગણેશઝારા વિસ્‍તારમા રહેતા કરશન માલદેભાઇ વદર પોતાના ઘરે દેશીદારૂની ભઠી ચલાવતો હોય રેઇડ કરતા દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૮૦ તથા આથાની વાસવાળા પ્‍લાસ્‍ટીકની મોટી ડોલ નંગ-૨ બેરલ નંગ-૧ તથા પતરાના ફીલ્‍ટર બેરલ નંગ-૧ તથા ગેસનો બાટલો નંગ-૧ તથા ચુલો નંગ-૧ તથા સ્‍ટીલનો ઘડો નંગ-૧ તથા દારૂગાળવાની ત્રાબાની નળી નંગ-૦૧ મળી કુલ કિ.રૂ.૮,૧૯૦/-નો મુદામાલ મળી આવેલ. ઇસમ વિરૂધ્‍ધ પ્રોહી.ક.૬૫-એફ મુજબનો ગુન્‍હો રજી.કરાવી માધવપુર પોલીસ સ્‍ટાફ દ્વારા પ્રસંશનીય કામગીરી કરેલ છે.

દારૂ દરોડાની કામગીરી પ્રો.પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર એ.એ.ડોડીયા તથા પોલીસ સ્‍ટેશન સ્‍ટાફના પો.હેડ કોન્‍સ. સી.એસ.સોલંકી, એ.એમ.ચુડાસમા, આર.જે.રાડા તથા પો.કોન્‍સ. સંજયભાઇ લખમણભાઇ તથા ધર્મેશભાઇ ગોવિંદભાઇ વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(12:08 PM IST)