<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th October 2024

‘સુદર્શન સેતુ' વિકસિત દેવભુમિ દ્વારકા જિલ્લાનુ પ્રતિક, જિલ્લાની યશ કલગીમાં એક મોરપીંછ સમાન આઈકોનિક સ્‍થળ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના વિઝનથી ઓખા અને બેટ-દ્વારકાને જોડતા સમુદ્ર પરનાં કેબલ આધારિત ‘સુદર્શન સેતુ'નું નિર્માણ થયું : વ્‍યુઈંગ ગેલેરી, ભગવદગીતાના શ્‍લોક, મોર પંખ, ફૂટપાથ સહિત અનેક આકર્ષણયુક્‍ત અંદાજિત રૂ.૯૭૮.૯૩ કરોડના ખર્ચે બનેલ સુદર્શન સેતુ થકી જિલ્લામાં પ્રવાસનને વેગ મળ્‍યો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૧ર :..  ઓખો તો દુનિયાથી નોખો કહેવાય... આ છેવાડાનું નગર ઓખા કે જે દેશના પヘુિમ ખુણે આવેલું છે, ત્‍યાં પ્રાથમિક સુવિધાઓ પહોંચે તે પણ ભુતકાળમાં સિદ્ધિ મનાતી તેવા વિસ્‍તારમાં સમુદ્ર પર કેબલ બ્રિજ બનાવાશે એવી તો કલ્‍પના પણ કોને હોય? ૧૩-૧૪ વર્ષ જેટલા સમય પહેલાં દેશનું આર્થિક પાટનગર ગણાતાં અને સંસાધનયુક્‍ત મુંબઈમાં બાન્‍દ્રા-વર્લી સી લિંક કેબલ બ્રિજ ચાલુ થયો ત્‍યારે આવો કેબલ બ્રિજ ગુજરાતના  દેવભુમિ દ્વારકા જિલ્લામાં બને તેવો કોઈને સપને પણ વિચાર ન હોય. પરંતુ, શ્રીકળષ્‍ણના સાંનિધ્‍યથી પાવન બનેલી આ ભુમિ સાથે સંકળાયેલી યાત્રાળુઓની શ્રદ્ધાને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીએ અનુભવી અને સપનું સેવ્‍યું સુદર્શન બ્રિજનું, એવો બ્રિજ કે જે શ્રદ્ધાના કેન્‍દ્ર એવા બેટ દ્વારકા ટાપુને ઓખાની અને ગુજરાતનીન મુખ્‍ય ભુમિ સાથે જોડે.

  વર્ષો બાદ સુદર્શન સેતુના આ વિઝનને તેમના નેતળત્‍વ હેઠળની કેન્‍દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ૨૦૧૬માં સૈદ્ધાંતિક મંજૂરી આપી. ૨૦૧૭માં ઓખાથી બેટ દ્વારકા સુધીના આ બ્રિજનું નિર્માણકાર્ય શરૂ થયું અને ૨૦૨૪માં ઓખા અને બેટ દ્વારકાને જોડતા દેશના સૌથી લાંબા કેબલ બ્રિજનું વડાઙ્ઘધાનશ્રીના હસ્‍તે ઉદઘાટન થયું. આ પુલ એક સુવિધામાત્ર નહિં, પરંતુ  એન્‍જીનીયરીંગનો એક કમાલ છે, એથી વધુ ગુજરાતની ભગવાન શ્રીકળષ્‍ણ પ્રત્‍યેની શ્રદ્ધાનું પ્રતિક છે. દ્વારકાધીશના દર્શન ને સરળ બનાવતો આ સેતુ દ્વારકા નગરીની દિવ્‍યતામાં ચારચાંદ લગાવે છે. ઉલ્લેખનીય છે કે બાન્‍દ્રા-વર્લી સી લિંક કેબલ બ્રિજથી આ બ્રિજ લાંબો છે, વળી આ બ્રિજમાં ફુટપાથ/સાઈકલ રસ્‍તો/ ગોલ્‍ફ કારનો રસ્‍તો પણ છે.      સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થતાં ગરીબ તથા મધ્‍યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ મોકળો બન્‍યો છે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં પણ વધારો થયો છે.

           સુદર્શન સેતુની લંબાઇ ૨.૩૨ કીલોમીટર છે, જેમા ૯૦૦ મીટર કેબલ સ્‍ટેયડ ભાગ છે. બ્રિજના મુખ્‍ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ × ૧૨ મીટરના  ૪  મોરપંખ આકારવામાં આવ્‍યાં છે. ઓખા તરફ ૩૭૦ મીટર લંબાઈનો એપ્રોચ બ્રિજ, બેટ તરફ ૬૫૦ મીટર એપ્રોચ બ્રિજ છે. બ્રીજના મુખ્‍ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.

ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલની ૧ મેગાવોટની વિજળી ઉત્‍પાદનક્ષમતા છે, જેનો ઉપયોગ બ્રીજના  લાઇટીંગમાં થય છે. બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પર પ્રવાસીઓ માટે વ્‍યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્‍યું છે.

(11:59 AM IST)