News of Saturday, 12th October 2024
જામનગરમાં ઉદ્યોગકાર - સેવાભાવી મનસુખભાઇ ખીમસીયાની આડા સંબંધના કારણે હત્યા

જામનગરઃ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સેવાભાવી મનસુખભાઈ ખીમસીયાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સાથે દોડી ગયો હતો અને મળતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.(તસવીરઃ કિંજલ કારસરીયા- જામનગર)
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨: જામનગર, તા.૧૨: જામનગરમાં ઉદ્યોગકાર - સેવાભાવી મનસુખભાઇ ખીમસીયાની આડાસંબંધના કારણે હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.
જામનગરઃ અહીં ૪ર દિગ્વિજય પ્લોટમાં રહેતા મહાવીર મનસુખભાઈ ખીમસીયા જાતે મહાજનએ સીટી સી ડિવિઝન પોલીસ મથક ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧ના રોજ શંકરટેકરી શાસ્ત્રીનગરમાં આવેલ ખોડીયાર મંદિરે ફરીયાદીના પિતા રોજ જતા હતા અને ત્યાં રહેતા ભરતસિંહ જયુભા જાડેજાના ઘરે જતા હોય અને ત્યાં રહેતી દક્ષાબાની સાથે તેને આડા સંબંધ હોવાનો વ્હેમ રાખી આરોપી મીતરાજસિંહ ભગીરથસિંહ જાડેજાએ તેમની પાસેની છરી વડે ફરિયાદીના પિતા મનસુખભાઈ ખીમજીભાઈ ખીમસીયા ઉ.વ. ૬પ વાળાને છરી વડે કપાળમાં ડાબા ગાલ પાસે તેમજ પડખામાં તેમજ ગરદન પાસે ઘા મારી મોત નિપજાવી ગુન્હો કરેલ છે
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
