News of Saturday, 12th October 2024
જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની ટીમનું રાસોત્સવમાં સન્માન

જુનાગઢઃ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા જોષી પરાના કૈલાશ ફાર્મ ખાતે પરશુરામધામ નવરાત્રી રાસોત્સવનું સતત સાતમાં વર્ષે આયોજન કરાયુ છે. જેમાં આ સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી કાર્તિક ઠાકર પ્રમુખ મનિષ ત્રિવેદીનું સમસ્ત બ્રહ્મ સમાજ સીનીયર સીટીઝન મંડળના હસુભાઇ જોષી, શૈલેષભાઇ પંડયા દ્વારા સન્માન કરાયુ. જેમાં નિવૃત ડીવાયએસપી સુભાષ રાવલ, અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, આરતીબેન જોષી સહિતના જોડાયા હતા અને રાસોત્સવ રાજકોટ શહેર ક્રાઇમબ્રાન્ચના પીએસઆઇ બી.વી બોરીસાગર, કમલેશભાઇ ભરાડ, વિનુભાઇ જોષી સહિતના ઉપસ્થિત રહયા હતા. અને કાર્યક્રમનું સંચાલન પી.સી. ભટ્ટ દ્વારા કરવામાં આવેલ. (અહેવાલ- વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
