News of Saturday, 12th October 2024
મોડે મોડે પણ મોરબીમાં ફૂડ વિભાગ જાગ્યુ !! શહેરમાંથી ૭૩ નમૂના લીધા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા ૧૨: મોરબી જિલ્લામાં દશેરાના તહેવારને અનુસંધાને વિવિધ કેટેગરીના નમુના લેવાની તેમજ વિદ્યાર્થીઓ અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલ કર્મચારીઓની ટ્રેનિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. સાથે જ દશેરાના તહેવારને ધ્યાનમાં રાખી મોરબી ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફટી પખવાડિયા અંતર્ગત વિવિધ સ્થળોએથી દૂધના ૧૦, મીઠાઇના ૧૯, તેલના ૧૦, બેકરી પ્રોડક્ટના ૧૪, ડ્રાય ફૂટના ૪, જલેબીના ૪, મોળા સાટાના ૪ ગળ્યા સાટાના ૪ અને ફાફડા ગાંઠિયાના ૪ નૂમના લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
