News of Saturday, 12th October 2024
ઉમા ગરબી મંડળ મોરબીમાં નવદુર્ગાના અદભુત સ્વરૂપોના દર્શનની ઝાંખી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા ૧૨: મોરબીના પંચાસર રોડ પર આવેલ ઉમા રેસીડન્સીમાં ઉમા ગરબી મંડળમાં પ્રાચીન ગરબાને ધ્યાનમાં લઇને માતાજીના આઠમાં નોરતે નાની બાળાઓ અને ભૂલકાઓ દ્વારા ભુવારાસ અને માતાજી ઓના અદભુત સ્વરૂપના દર્શનની ઝાંખી રજૂ કરાઈ હતી.
અહીં નાની બાળાઓ દ્વારા સરસ્વતી માં, વરૂડી માં, મોગલ માં , બહુચર માં , ખોડિયાર માં, આશાપુરા માં, મેલડી માં, દશા માં, રાંદલ માં , શક્તિ માં, અંબે માં, ચામુંડા માં, મહાકાળી માં અને ઉમિયા માંના વેશભૂષાનું આયોજન કર્યું હતું. લોકોએ મહિસાસુર વધનું નાટય પણ નિહાળ્યું હતું.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
