News of Saturday, 12th October 2024
રાત્રે ૧૦ વાગ્યે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર અચાનક ભારે વાદળાઓ છવાઈ ગયા: કચ્છ ઉપર મધ્યમથી હળવા વાદળા છવાયા: ભાદર ડેમ આસપાસના ગ્રામ્ય પંથકમાં ભુક્કા બોલાવી દે તેવો વરસાદ: જામનગર જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં સંખ્યાબંધ સ્થળોએ ભારે વરસાદ: જામજોધપુરમાં રાત્રે ત્રણેક ઇંચ પાણી પડી ગયું

આ લખાય છે ત્યારે રાત્રે ૧૦ વાગ્યે લેટેસ્ટ ઇનસેટ તસવીરમાં સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર અચાનક ભારે વાદળા છવાઈ ગયા છે. કચ્છ ઉપર હળવાથી મધ્યમ વાદળાઓ છવાયા છે.
જામનગર જિલ્લાના જામજોધપુર પાનેલી મોટી સહિતના વિસ્તારોમાં ધોધમાર એક થી ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે, વરસાદ હજુ ચાલુ છે. જુનાગઢ અને રાજકોટ શહેર જિલ્લામાં પણ વરસાદ પડ્યાના વાવડ મળી રહ્યા છે..
રાજકોટ ઉપર વીજળીના ભારે ગડગડાટ ચાલુ..
ગોંડલ પંથકમાં પણ વરસાદ છે..ભાદર ડેમની આસપાસ બારેમેઘ ખાંગા.. સુલતાનપુર દેવળા નીલાખા નવાગામ
દેવળકી ગોમટા ધુળસીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી સાંજ પછી ભુક્કા બોલાવી દયે તેવો વરસાદ. ખેતરોના પાણી રોડ ઉપર બે બે ફૂટ સુધી ભર્યા છે.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
