News of Sunday, 13th October 2024
મુસ્કાન વેલ્ફેર સોસાયટી મોરબી દ્વારા શકત શનાળા ગામે ગરબીની ૫૧ કન્યાઓને લ્હાણી વિતરણ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ગરબીની બાળાઓને લ્હાણી કરવામાં આવી હતી.
શકત શનાળા ગામે ઓમ શક્તિ ગ્રુપ સંચાલિત શક્તિ ગરબી મંડળમાં ભાગ લેનાર ૫૧ કન્યાઓને લ્હાણી વિતરણ કરવામાં આવી હતી મુસ્કાન વેલ્ફેર સોસાયટીની બહેનોએ ઉપસ્થિત રહીને ગરબીમાં ભાગ લેનાર ૫૧ કન્યાઓને ભેટ (લ્હાણી) વિતરણ કરી હતી
આ પ્રસંગે સમિતિના સદસ્યોએ જણાવ્યું હતું કે, નારી શક્તિ અને તહેવારની મૂલ્યવાન પરંપરાનું જતન કરવામાં આ પ્રકારના કાર્યક્રમો મહત્વનો હિસ્સો છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
