News of Sunday, 13th October 2024
મોરબીના નવી પીપળી પાસે ગેસની લાઈન લીકેજ, રસ્તો બંધ કરાયો.
બપોરના સુમારે ગેસની લાઈન લીકેજ થતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબીમાં આવેલ સિરામિક ઝોનમાં ગેસ સપ્લાય કરવાની હોવાથી ગેસ પાઈપલાઈન મોટાપાયે લગાવવામાં આવી હોય જ્યાં છાશવારે ગેસ લીકેજ જેવી ઘટનાઓ બનતી રહે છે જેમાં આજે ગેસ લીકેજ થતા થોડીવાર માટે રોડ બંધ કરવાની ફરજ પડી હતી.
સિરામિક ઝોન એવા મોરબીના પીપળી રોડ પર ગેસ લાઈન લીકેજની ઘટના પ્રકાશમાં આવી હતી બપોરના સુમારે ગેસની લાઈન લીકેજ થતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો જેની જાણ થતા ગેસ કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ગેસ લીકેજને પગલે થોડીવાર માટે રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી જોકે થોડીવાર માટે વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
