<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th October 2024

ધોરાજીમાં સતત ત્રીજા દિવસે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ :

શહેર અને તાલુકામાં ખેડૂતોને રાહતનો પેકેજ હજુ આવ્યું નથી ત્યાં ત્રણ દિવસથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવતા મગફળી તેમજ અન્ય પાકોમાં ભારે નુકસાની

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:- ધોરાજીમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ આસો મહિનામાં અષાઢી મહોલ હોય એ પ્રકારે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી જતા ખેડૂતોને પારાવાર નુકસાની ભોગવવી પડી છે
રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રના અગ્રણી જે.ડી બાલધા ધોરાજી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રામભાઈ હેરભા એ જણાવેલ કે ધોરાજી શહેર અને તાલુકામાં આશરે  100 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે ગુજરાત સરકાર દ્વારા સર્વે કરવામાં પણ આવેલ છે આજ સુધી રાહત ખેડૂતોને મળી નથી ત્યાં અચાનક નવરાત્રી પૂરી થતાં વિજયાદશમીના પાવન પ્રસંગે અચાનક મેઘરાજાએ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનો પ્રાગમ થતા અને સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહેતા હાલમાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે
તેમજ ખેડૂતોએ મગફળી બહાર કાઢીને સુકવવા રાખી હતી અને અન્ય જણસી પણ ભારે વરસાદને કારણે નુકસાની થયેલ છે
આમ જોતા ખેડૂતોને રાહત પેકેજ તો હજુ મળ્યું નથી ત્યાં બીજી મોટી નુકસાની જોવા મળી રહી છે આ બાબતે સરકાર તાત્કાલિક ધોરાજી ઉપલેટા પંથક ના ખેડૂતોને નિયમ પ્રમાણે અને વધુમાં વધુ રાહત મળે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માગણી કરી હતી
તેમજ નવરાત્રી પર્વ પૂર્ણ થતા અમુક ગરબીઓ પણ શરદ પૂનમ સુધી વેલકમ નવરાત્રી બાદ બાય બાય નવરાત્રી ચાલતી હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ને કારણે મોટાભાગના કાર્યક્રમમાં મોકૂફ  અથવા તો બંધ રાખવામાં આવ્યા છે
છેલ્લા ત્રણ દિવસથી દરરોજ સાંજના સમયે ભારે પવન અને વીજળી સાથે વરસાદ આવતા વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે અને વરસાદી માહોલને કારણે રોગચાળાની પણ બીમારી જોવા મળી રહી છે
 તહેવારો ઉપર લોકોને મુશ્કેલી ભોગવી પડે તેવું જોવા મળી રહ્યું છે

(7:37 PM IST)