News of Monday, 14th October 2024
ધોરાજી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નાર્કોટીક્સની સ્પેશ્યલ તાલીમ પામેલ ડૉગ કેપ્ટો ની મદદથી ગાંજાનો મોટો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય,રાજકોટ
બાતમીના આધારે રહેણાંક મકાનમાં દરોડો પાડીને એક લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી: ગુજરાત રાજ્ય ના ડી.જી.પી. વિકાસ સહાય નાઓએ ગુજરાત રાજ્યમાંથી નાર્કોટીક્સની બદી સંપુર્ણ પણે નેસ્ત નાબુદ કરવા માટે અને નાર્કોટીક્સ સબંધીત ગેરકાયદેસર પ્રવ્રુતિ કરતા રીઢા ગુનેગારોએ છુપાવેલ નાર્કોટીક્સનો જથ્થો શોધી કાઢવા માટે ગુજરાત રાજ્ય ના પોલીસ વિભાગમા રહેલ ડોગ્સને તાજેતરમાં જ સ્પેશ્યલ નાર્કોટીક્સ ની તાલીમ આપવા માટે આયોજન કરેલ જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ યુનિટ ખાતે ફાળવેલ ડોગ કેપ્ટો એ પણ ઉપરોક્ત તાલીમ લીધેલ હોય જેથી રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ નાઓએ નાર્કોટીકસ પદાર્થ વેચનાર શખ્શોને રહેણાકની ઝડતી સમયેડોગની મદદ લેવા સુચના કરેલ હોય,જેથી નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠૌડ , રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએરાજકોટ ગ્રામ્ય જીલ્લા એસ.ઓ.જી. શાખા ને ઉપરોક્ત બાબતે અસરકારક કાર્યવાહી કરવા માટે સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળએસ.ઓ.જી.શાખાના પો.ઇન્સ એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્સ બી.સી.મિયાત્રા તથા એસ.ઓ.જીના સ્ટાફ તથા નાર્કોટીક્સ તાલીમ લીધેલ ડોગ કેપ્ટો તથા ડોગ હેન્ડલર રાજેન્દ્રસિહ રાયજાદા સાથે ધોરાજી સીટી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.ઇન્સ એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્સ. બી.સી.મિયાત્રા નાઓને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે,અગાઉ નાર્કોટીક્સ ના ગુના માં પકડાયેલ શાહબાઝહુશેન દિલુભાઇ મકવાણા (રહે. હાલ ધોરાજી ખીજડાવાળી શેરી, મંસુરીહોલની સામેની ગલી, ગોસીયા મસ્જીદના પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાક મકાનમાં ચરસ, ગાંજાનું વેચાણ કરતોહોવાની બાતમી મળેલ હોય અને હાલે વેચાણની પ્રવ્રુતિ ચાલુ હોવાની હકિકત આધારે રેઇડ કરતા આરોપીના કબ્જા ભોગવટાવાળા રહેણાક મકાનના બાથરૂમના ભાગે સંતાડી રાખેલ માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧૨.૦૦૬ કિ.ગ્રામ જેની કિ.રૂ.૧,૨૦,૦૬૦/- નો ડોગ કેપ્ટો એ શોધી કાઢતા ધોરાજી સીટી પો.સ્ટે ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઃ- શાહબાઝહુશેન દિલુભાઇ મકવાણા જાતે ઘાંચી મુસ્લીમ ઉ.વ.-૩૨ ધંધો-ડ્રાઇવીંગ રહે ધોરાજી ખીજડાશેરી મનસુરી હોલ ની સામેગોસીયા મસ્જીદ ના મકાન માં ભાડેથી તા.ધોરાજી તથા મુળ રાજકોટ ભગવતીપરા માધવ પાન વાળી શેરી જી.રાજકોટ
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
(૧) માદક પદાર્થ ગાંજો૧૨.૦૦૬કિ.ગ્રામકિ.રૂ.૧,૨૦,૦૬૦/-
(૨) મોબાઇલ નંગ-૦૩ જેની કિ.રૂ.૧૫,૦૦૦/-
કુલ મુદ્દામાલ કિ.રૂ.૧,૩૫,૦૬૦/-
કામગીરી કરનાર અધિકારી કર્મચારીમાં એસ.ઓ.જી.શાખા પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ.પારગી તથાએસ.ઓ.જી.શાખાના પો.સબ.ઇન્સ બી.સી.મિયાત્રા તથા એ.એસ.આઇ. જયવિરસિંહ રાણા,ઇન્દ્રસિહ જાડેજા, સંજયભાઇ નિરંજની . અમીતભાઇ કનેરીયા,અતુલભાઇ ડાભી,તથા પો.હેડ.કોન્સ વિજયભાઇ વેગડ,હિતેષભાઇ અગ્રાવત,પ્રહલાદસિહ રાઠોડ,શિવરાજભાઇ ખાચર તથાપો.કોન્સ. વિજયગીરી ગૌસ્વામી,ચિરાગભાઇ કોઠીવાર,રઘુભાઇ ઘેડ, ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા .તથાડોગ હેન્ડલર રાજેન્દ્રસિહ રાયજાદા તથા ડોગ કેપ્ટો વિગેરે રોકાયા હતા
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
