<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

જામનગર નગરશિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પરષોતમ કકનાણી અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઇ આલની વરણી

પ્રદેશમાંથી આવેલ શિક્ષણ સમિતિના ચેરમેનનું નામ સ્‍ટેન્‍ડિંગ કમિટી હોલમાં જાહેર કરાયું: શહેર અધ્‍યક્ષ ડો.વિમલ કગથરા દ્વારા જાહેરાત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૬: જામનગર  નગર શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પરષોત્તમ કકનાણી અને વાઈસ ચેરમેન તરીકે દિનેશભાઈ આલની વરણી કરાઇ છે.

પ્રદેશમાંથી આવેલ શિક્ષણ સમિતિના ચેરમનેનું નામ  સ્‍ટેન્‍ડિંગ કમિટી હોલમાં જાહેર કરાયુ છે.શહેર અધ્‍યક્ષ ડો.વિમલ કગથરાએ ચેરમેન વાઈસ ચેરમેનના નામની જાહેરાત કરી હતી. ભાજપના અગ્રણીઓ, કોર્પોરેટરોએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(10:11 AM IST)