<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

મોરબીમાં કાલે ઉમા શરદપૂર્ણિમા રાસોત્‍સવ પ્‍લેટિનમ પાર્ટી પ્‍લોટ ખાતે યોજાશેઃ વધતી રકમ સેવાકાર્યોમાં વપરાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૬: તા. ૧૭ ને ગુરુવારના રોજ રાત્રે ૯ કલાકે, મોરબીના રવાપર ઘુનળા રોડ પર આવેલ શહેરના જાણીતા પ્‍લેટિનમ પાર્ટી પ્‍લોટ ખાતે ઉમા શરદ પૂર્ણિમા રાસોઉત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કોકિલકંઠી અપેક્ષા પંડ્‍યા, સુપ્રસિદ્ધ ગાયક નીરવ રાયચુરા અને દિવ્‍યા વેગડા જેવા ખ્‍યાતનામ સિંગરો પોતાના સુરીલા કંઠથી હજારો ખેલૈયાઓને મનભરી રાસની રંગતે રમાડવા આવી પહોંચશે. જેના પગલે ચાંદનીની શીતળ ચાંદનીમાં ન્‍હાવા સાથે મનભરી રાસ રમવા ખેલૈયાઓમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

મોરબી વાસીઓ માટે સુવિધા થી ભરપુર, સુરક્ષીત અને આનંદદાયક વાતાવરણમાં ગરબા રમવા માટેનું મેદાન વિશાળ લોન સાથેનું ગ્રાઉન્‍ડ, હાઈફાઈ સાઉન્‍ડ સિસ્‍ટમ તેમજ રોશનીના શણગાર વચ્‍ચે ૬૦ થી વધારે સ્‍પોનસરના સાથ સહકાર થી સુંદર આયોજન કરતાં મહેશભાઈ ચાડમિયા (ઉપસરપંચશ્રી, રવાપર), ભરતભાઈ ભોરણિયા, કૌશિકભાઈ બારૈયા, સુરેશભાઈ મકાસણા, ભૌતિકભાઈ હળવદિયા, પિયુષભાઈ ભોરણિયા, કેવલભાઈ ચાડમિયા, ઋત્‍વિકભાઈ ચાડમિયા અને વૈભવ ચાડમિયા. સાહિતનાઓ આયોજનને યાદગાર અને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

મહેશભાઈ ચાડમીયા તેમજ આ ગ્રુપ દ્વારા જાજરમાન આયોજન દ્વારા વધતી તમામ રકમ સેવાકાર્યો, ધર્મદામાં વાપરવા જણાવાયુ છે.

(10:03 AM IST)